આણંદ : જિલ્લાના સોજિત્તા રાતુલાના ડાલી નજીક ગમખ્વાર પરંતુ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ગાડી, રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે 2 લોકોના સારવાર દરમિયાનન મોત નિપજ્યાં હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે આ અકસ્માતનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાઇ નથી. સ્થાનિક પોલીસ દ્વારા હાલ આ અંગે તપાસ ચલાવાઇ રહી છે.
ADVERTISEMENT
એક જ પરિવારના લોકો રક્ષાબંધનનું પર્વ મનાવીને ઘરે પરત ભરી રહ્યા હતા ત્યારે જ આણંદના સોજિત્રા નજીક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં 6 લોકોનાં મોત નિપજ્યાં હતા. આ અકસ્માતમાં માતા અને બે પુત્રીઓનાં મોતથી ગમગીની છવાઇ હતી. રક્ષાબંધનની ઉજવણી કરીને આ પરિવાર પરત ફરી રહ્યો હતો. જો કે આ અકસ્માત સર્જનાર વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય પૂનમભાઇ પરમારનો કૌટુમ્બિક જમાઇ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ આ અંગે પણ તપાસ ચલાાવી રહી છે.
સોજિત્રાના ડાલી ગામે ગુરૂવારે મોડી સાંજે ભયાનક અકસ્માાત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જઇ રહેલી કાર, બાઇક અને રીક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. સોજીત્રાના વિપુલભાઇ મિસ્ત્રીનો પરિવાર રક્ષાબંધન હોવાથી તારાપુરથી પરત ફરી રહ્યા હતા. તેમણે યાસીન મોહમ્મદભાઇ વ્હોરાની રીક્ષા ભાડે કરી હતી. દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષા ચાલક યાસીન વ્હોરાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વિપુલભાઇના પત્ની વિણાબહેન મિસ્ત્રી, બે દીકરીઓ જાનવી અને જીયા ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા હતા જો કે સારવાર દરમિયાન માતા અને બંન્ને પુત્રીઓનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત અકસ્માતમાં અડફેટે ચડેલા બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ ગાડી ચાલક કેતન પઢીયાર વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. કેતન પઢીયાર સોજિત્રાના ધારાસભ્ય પૂનમ પરમારનો કૌટુંબીક જમાઇ છે. આ ઉપરાંત ચોંકાવનારી બાબત છે કે, ગાડીમાંથી MLA ગુજરાત લખેલી પ્લેટ પણ મળી આવી છે.
ADVERTISEMENT