Anand News: બેફામ કારે ટુ-વ્હીલર પર આવતા પરિવારને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યો, પિતા-પુત્રીનું મોત

Anand Accident News Update: આણંદ જિલ્લાના બોરસદમાં આવેલા દાવોલ પાસે કંપારી છૂટી જાય એવો ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં પિતા અને પુત્રીના કરુણ મોત નિપજ્યા…

gujarattak
follow google news

Anand Accident News Update: આણંદ જિલ્લાના બોરસદમાં આવેલા દાવોલ પાસે કંપારી છૂટી જાય એવો ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં પિતા અને પુત્રીના કરુણ મોત નિપજ્યા છે. એક્ટિવા પર સવાર પરિવારને સામેથી આવતી કારે એવી જોરદાર ટક્કર મારી કે પરિવાર ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયો હતો અને રોડ પર પડ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

કાર ચાલકે સામેથી આવતા પરિવારને ફંગોળ્યો

વિગતો મુજબ, બોરસદમાં દાવોલ પાસે રોડ પર પૂરપાટ ઝડપે જતા કાર ચાલકે સામેથી ટુ-વ્હીલર પર આવતા પરિવારને ટક્કર મારી હતી. જેમાં ટુ-વ્હીલર પર જતા દંપતી અને બે પુત્રીઓ હવામાં ફૂટબોલની જેમ ફંગોળાયા હતા. અકસ્માત બાદ ત્રણ લોકો ઉછળીને રોડની બીજીબાજુ પડ્યા જ્યારે એક બાળકી રોડ પર પડી હતી. અકસ્માતમાં પિતા-પુત્રીના મોત થઈ ગયા હતા. જ્યારે કાર રોડ પરથી ઉતરી જઈને અથડાઈને ઊભી રહી ગઈ હતી.

અકસ્માત બાદ ચાલક ફરાર થયો

અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સફેદ કલરની કાર સુરત પાસિંગની હોવાનું સામે આવ્યું છે. હાલ બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને કાર ચાલક વિશે વધુ તપાસ હાથ ધરી છે.

(ઈનપુટ: હેલાતી શાહ)

 

    follow whatsapp