આણંદઃ સગીરા સાથે દૂષ્કર્મ કરવાના મામલામાં વિધર્મી શખ્સની ધરપકડ, અપડાઉન કરતી દીકરી ફસાતા ચકચાર

હેતાલી શાહ.આણંદઃ છેલ્લા ઘણા સમયથી ઉમરેઠમાં દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, એવામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ ઉમરેઠ પોલીસ મથકમાં ભોગ બનનાર સગીરાના માતાપિતાએ નોંધાવતા…

gujarattak
follow google news

હેતાલી શાહ.આણંદઃ છેલ્લા ઘણા સમયથી ઉમરેઠમાં દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, એવામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ ઉમરેઠ પોલીસ મથકમાં ભોગ બનનાર સગીરાના માતાપિતાએ નોંધાવતા પોલીસે ઘટનાની ગંભીરતા જોતા દુષ્કર્મ આચરનાર રિક્ષા ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોજ અપડાઉન કરવામાં રિક્ષા ચાલકના સંપર્કમાં આવી
આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક પરિવારની વ્હાલસોયી સગીર વયની દિકરી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉમરેઠની બહાર વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. રોજ અપડાઉન કરવાને કારણે તે એક રિક્ષા ચાલકના સંપર્ક સતત આવવા લાગી અને રિક્ષા ચાલકની ચૂંગાલમાં ફસાઈ ગઈ. રિક્ષા ચાલક ઉમરેઠના ઓડ ગામનો રાહિલ અલ્લારખા વ્હોરા હતો. સૌ પ્રથમ તો રાહિલે સગીરા સાથે મિત્રતા કેળવી. બાદમાં સગીરાની એકલતાનો લાભ લઇ રિક્ષામાં અપડાઉન સમયે તેની સાથે ફોટા પાડયા, અને તે ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકીઓ સગીરાને આપવા લાગ્યો. સગીરાને સતત ધમકાવી તેની મરજી વિરુદ્ધ ઉમરેઠથી આણંદ જવાના રસ્તામાં રિક્ષામાં વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. એટલુ જ નહીં, સગીરાને પોતાની સાથે જ રિક્ષામાં અપડાઉન કરવા અને સંબંધ રાખવા ધાક ધમકીઓ આપતો હતો. આખરે ભોગ બનનાર સગીરા કંટાળી જતા તેણે હિંમત કરી પોતાના માતાપિતાને તમામ વાત કરતા સગીરાના માતાપિતાએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ. સગીરા માતાપિતા સાથે ઉમરેઠ પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ આપતા પોલીસે ઈ.પી.કો કલમ ૩૭૬(૨)(જે), ૩૭૬ (૨) (એલ), ૩૫૪ (ડી), ૫૦૬ તથા પોક્સો એક્ટની કલમ ૬, ૧૦, ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કર્યો. પોલીસે આ ગુનાની ગંભીરતા સમજી ભોગ બનનારની પૂછપરછ કરી તાત્કાલિક એક ટીમને આરોપીની શોધખોળ માટે રવાના કરી હતી. ફરિયાદ રજીસ્ટર થયાના ગણતરીના સમયમાં જ આરોપી રાહિલ વ્હોરાને પકડી દુષ્કર્મના ગુનાની તલસ્પર્શી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

સુરત પોલીસે એક વ્યક્તિને ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધીને માર મારવાનો વીડિયો થયો વાયરલ

શું કહે છે ડીવાયએસપી?
આ અંગે આણંદ ડી.વાય.એસ.પી જે એન પંચાલના જણાવ્યા અનુસાર, ” ગઈકાલે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં એક સગીર વયની દીકરી તેના માતા પિતા સાથે આવી પોતાની ફરિયાદ આપી હતી કે, તે પોતે આણંદ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતી હતી. તે દરમિયાન રિક્ષા ચાલકે તેની રિક્ષામાં બેસાડી તેની સાથે મિત્રતા કેળવી તેની એકલતાનો લાભ લઇ તેની સાથે ફોટોગ્રાફ્સ પડયા હતા. આ ફોટો બતાવી તેને ઉમરેઠ અને વિદ્યાનગર વચ્ચે રિક્ષામાં તેની સાથે અવારનવાર બળાત્કાર કર્યો હતો. અને ત્યારબાદ પણ તેની આ માંગણી ચાલુ રાખતા દીકરીએ તેની બહેન તથા માતા પિતાને જાણ કરતા, આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા, ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તથા પોકસો એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપીને તાત્કાલિક અટક કરવા માટે સૂચના આપી હતી. જે અનુસંધાને ઉમરેઠ પીએસઆઇની ટીમે આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાહીલ અલારખા વોહરા રહેવાસી ઓડબજાર ઉમરેઠને તાત્કાલિક પકડીને પૂરતા પુરાવા એકત્રિત કરી આરોપી રાહીલ અલ્લારખા વોહરાની ધરપકડ કરવામાં આવી છે. 2017ના વર્ષમાં આરોપી રાહીલ સામે રયોટિંગનો ગુનો પણ રજીસ્ટર કરવામાં આવ્યો છે.”

માસુમ ચહેરો ધરાવતો રાહિલ જેટલો માસુમ જણાય છે તેટલો છે નહીં કારણ કે, રાહિલ સામે વર્ષ 2017માં રાયોટીંગનો ગુનો પણ નોંધાયો છે. એવામાં આરોપી રાહિલ દ્વારા એક સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે. મહત્ત્વનું છે કે, સમગ્ર ઘટનાની ગંભીરતા સમજીને ઉમરેઠ પોલીસે તાત્કાલિક આ રિક્ષા ચાલક રાહીલ વોહરાને ઝડપી પાડીને પોસ્કો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી તો આરંભી છે. પરંતુ સતત ઉમરેઠમા બનતી આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિક લોકો પણ પોતાની વ્હાલસોયી માટે ચિંતીત બન્યા છે.

    follow whatsapp