હેતાલી શાહ/આણંદ: આણંદ જિલ્લાના ખંભાતના બામણવા રોડ પર ગાડીની ટક્કરે બાઇક ચાલકનું મોત થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મુખ્ય માર્ગ પર અચાનક બાઇક સવારે ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો. મૃતક બાઈક ચાલક બામણવા ગામનો હોવાનુ સામે આવ્યુ છે. તો કાર ચાલક ઉંદેલ ગામનો હોવાનુ સામે આવ્યુ છે. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
આણંદ જીલ્લાના ખંભાત પાસે બામણવા રોડ પર ઉંદેલગામના સુનિલભાઈ પ્રજાપતિ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન બામણગામનો રમણભાઈ સોલંકી રોડ પર પેટ્રોલપંપ બાજુ એકાએક ટર્ન લઈ રસ્તા વચ્ચે આવી જતા પુરઝડપે જઈ રહેલી કારની ટક્કર બાઈકને વાગતા બાઈક હવામાં ફંગોળાઈને નીચે પટકાય છે.
તો બાઈક પર સવાર સુનિલભાઈ પણ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાય છે અને રોડ પર ઘણા ફૂટ સુધી ઢસડાય છે. અકસ્માત બાદ સ્થળ પર જ તેમનું મોત થઈ જાય છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં અકસ્માત કેવી રીતે બન્યો તે જોઈ શકાય છે. જોકે આ અંગે ખંભાત રૂરલ પોલીસ મથકે કાર ચાલક સામે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT