ખેડામાં કેરલા સ્ટોરી જેવી ઘટના આવી સામે, વિધર્મી યુવકના ત્રાસથી યુવતીએ કર્યું મોત વ્હાલું

હેતાલી શાહ, ખેડા: હાલ કેરલા સ્ટોરી ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. અને આવો જ એક કિસ્સો ખેડા જિલ્લાના ડાકોરમાંથી સામે આવ્યો છે કે જ્યાં એક…

gujarattak
follow google news

હેતાલી શાહ, ખેડા: હાલ કેરલા સ્ટોરી ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. અને આવો જ એક કિસ્સો ખેડા જિલ્લાના ડાકોરમાંથી સામે આવ્યો છે કે જ્યાં એક વિધર્મી યુવકે  યુવતીને માનસિક ત્રાસ આપતા તેને આત્મહત્યા કરી લીધી. મહત્વનું છે કે જે  યુવતીએ આત્મહત્યા કરી તે ડાકોર પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ કર્મીની યુવાન દીકરી છે. માતા પિતા સામાજીક પ્રસંગમા ગયા હતા દરમ્યાન દિકરીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.

આ યુવતી આણંદના ચાંગાના વિધર્મી યુવકના પ્રેમમાં ફસાઈ હતી. બાદમાં યુવતીને હકીકતનો ખ્યાલ આવતા તેણે વિધર્મી યુવક સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જેને લઈને યુવકે યુવતીને હેરાન પરેશાન કરી આત્મહત્યા કરવા મજબૂર કરી હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે આ ઘટનાને લઈને ફરિયાદના આધારે વિધાર્મી યુવક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી યુવતી
મળતી માહિતી અનુસાર મૂળ લુણાવાડા પંથકના વતની અને ડાકોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીની 21 વર્ષીય પુત્રી નડિયાદની એક નર્સિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેના અભ્યાસને પૂર્ણ થવામાં માત્ર બે મહિના જેટલો જ સમય બાકી હતો. અને હાલમાં તો પરીક્ષાઓ પણ ચાલી રહી છે. દરમિયાન ગત 11 મે ના રોજ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય પોલીસ કર્મચારી, તેમની પત્ની અને પુત્ર પોતાના વતન ગયા હતા. પરંતુ કોલેજમાં પરીક્ષાઓ ચાલતી હોવાથી 21 વર્ષ સુધી ઘરે એકલી જ હતી.

યુવતીની માતાએ યુવતી સાથે ફોન પર વાત કરી હતી ત્યારે પુત્રી કોલેજ જવા માટે તૈયાર થઈ રહી હતી. જો કે બપોરે ફરી વખત માતાએ ફોન કર્યો હતો પણ ફોન બંધાવતા દીકરી પરીક્ષા આપતી હશે એટલે ફોન બંધ આવતો હશે તેવું માનીને બીજી વખત ફોન જ ન કર્યો. જોકે સાંજ સુધી દીકરીનો ફોન સતત બંધ આવતા ચિંતિત બનેલા માતા-પિતાએ તેમના પાડોશીને પુત્રી સાથે વાત કરાવવા માટે કહ્યું હતું. જેને લઈને પાડોશી તેમના ઘરે જતા દરવાજો બંધ હતો. પાડોશી એ દરવાજો ખખડાવ્યો છતાય દરવાજો અંદરથી ખુલ્યો જ નહીં પાડોશીઓએ ભેગા થઈને દરવાજો તોડી અંદર પહોંચ્યા તો યુવતી ઘરે ફાંસો ખાધેલી હાલતમાં તેનું મૃતદેહ મળી આવ્યો હતો.

કોલ રેકોર્ડીંગ સાંભળતા પગ નીચેથી જમીન સરકી ગઈ
પાડોશીઓએ આ અંગેની જાણ કરતા જ આઘાતમાં સરી ગયેલા પોલીસ પરિવાર તાત્કાલિક ડાકોર દોડી આવ્યા અને ડાકોર પોલીસ મથકે અપ મૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પરિવારજનો યુવતીનો મૃતદેહ લઈને તેમના વતન ગયા હતા અને તેનાthe kerala story અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાદમાં પોલીસમાં ફરજ બજાવતા પિતા ડાકોર પોતાના ઘરે પરત આવ્યા અને પુત્રીનો ફોન ચેક કર્યો. જેમાં 11 અને 12 મેના રોજ એક નંબર પર ઘણી બધી વખત વાતો થઈ હતી. જો કે ફોનમાં તે બધી વાતોનું રેકોર્ડિંગ પણ થયું હતું. જેથી પોલીસ કર્મચારીએ તમામ કોલના રેકોર્ડિંગ સાંભળતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.

વિધર્મી યુવક આપી રહ્યોં હતો ત્રાસ
કોલ રેકોર્ડિંગ પરથી સામે આવ્યું કે અબ્દુલ્લા મોમીન ફોન કરીને તેને ત્રાસ આપતો હતો અબ્દુલ્લા સાથે દીકરીના સંબંધ હોવાનું પણ રેકોર્ડિંગ પરથી જાણવા મળ્યું હતું જોકે આ દીકરીએ આ સંબંધ તોડી નાખતા વિધર્મી યુવકે આ યુવતી કોઈ બીજા યુવક સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ હોવાની શંકા રાખી હતી. અને એના આધારે અબ્દુલ્લા નામનો યુવક તેને રોજ માનસિક રીતે હેરાન કરતો હતો.

જાણો શું હતું રેકોર્ડિંગમાં
કોલ રેકોર્ડિંગ અનુસાર, તુ સ્કોર્પીયન કિંગ છોકરા સાથે વાતો કરે છે . મારી પાસે તો તારો વડતાલનો વિડીયો છે . મેં પ્લાનીંગ થી આ બધુ કરેલ છે. તું વાતો કરતી હતી તેનું શું, કેટલા સમય થી વાત ચાલુ છે. તુ મને એ છોકરા સાથે વાત કરાય તો તને છોડી દઈશ . કોલેજ તથા બધી બાજુ થી તુ જઇશ. હું કોલેજમાં આવું છું . કાલે પેપરના દિવસે આવીશ. તારે છોકરા જોડે શુ હતુ ? સાહેબોને કહી દઇશ અને તને રસ્ટીગેટ કરાવી દઇશ. તુ આજે રજા પાડું છું કે નહી ? તને બરબાદ કરીને છો ડીશ. મારો ફોન એક રીંગમાં ઉઠાવી લેજે . તારા પપ્પાને પણ મેસેજ કરીશ “. તુ ડેટા ઓન ના કરતી . મારા દેખતા મરી જા ”

આ ઓડીયો રેકોર્ડમાં દિકરી બોલે છે કે ” તે કુરાને શરીફની કસમ ખાઇ મારી જોડે સંબંધ બાંધ્યો.હું મરી જઇશ”, હું મરી જઈશ, મારી સાથે જુઠુ બોલીને કુરાને શરીફની કસમ ખાઈને જ સંબંધ બાંધ્યો મારી જોડે હુ તને પગે પડું છું. તારા પગે પડી જઇશ, મને માફ કરી દે, માફ કરી દે મને , મને માફ કરી દે..હું મરી જઇ આજે તો હું નહી બચુ, મરી જઈશ. બધું પ્રુફ રાખીને જઇશ ” મારી નાખી તે”

માનસિક ત્રાસથી યુવતીએ કર્યો આપઘાત
આ સિવાય પણ બંને વચ્ચે ઘણી બધી વાતચીતના કોલ રેકોર્ડિંગ છે જેમાં દીકરીના પિતા એવા પોલીસ કર્મીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સતત આણંદ જિલ્લાના ચાંગામાં રહેતો અબ્દુલ્લા અકબરમાં ભાઈ મોમીન નામનો યુવક તેને માનસિક રૂપથી હેરાન કરી મરવા માટે મજબૂર કરતો હતો તેને અવારનવાર બ્લેકમેલ કરી તેને મરવા માટે મજબૂર કરી દીધી જેને લઈને આ યુવતીએ આખરે કંટાળીને ગળે ફાંસો ખાઈને અપઘાત કરી લીધો. આ ઘટનાને લઈને હાલ પરિજનો શોકગ્રસ્ત છે પરંતુ કેરાલા સ્ટોરી જેવી જ ઘટના સામે આવતા પોલીસ વિભાગ પણ સતત બન્યું છે અને યુવકને ઝડપી પાડવા માટે કાર્યવાહી પણ હાથ ધરી છે.

    follow whatsapp