સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના ઘટી, પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળા પર ફેરવી દીધું કટર

સંજયસિંહ  રાઠોડ, સુરત: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એક તરફી પ્રેમીના હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતની ગ્રીષ્મા હત્યા કેસ હજુ આંખ સામે છે ત્યારે…

gujarattak
follow google news

સંજયસિંહ  રાઠોડ, સુરત: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એક તરફી પ્રેમીના હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતની ગ્રીષ્મા હત્યા કેસ હજુ આંખ સામે છે ત્યારે વધુ એક આવો કેસ સામે આવ્યો છે. સુરત શહેરનાં સચિન વિસ્તારના પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે જાહેરમાં કટર ફેરવી દીધું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

હજુ સુરતની ગ્રીષ્મ હત્યા કેસ ભૂલયો નથી  ત્યારે બીજી તરફ વધુ  એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના  ઉમરપાડાની 22 વર્ષીય યુવતી પર પૂર્વ પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો છે. સચિનના સુડા વિસ્તારમાં આ ઘટના બની છે.  આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ છવાયો છે.

અગાઉ યુવતી અને આ યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતો. સુરતનાં એપ્રિલ પાર્કના એક કારખાનામાં યુવતી સિલાઈ મશીનનું કામ કરતી હતી. તાપી જિલ્લાના નિઝર ખાતે બોરડા ગામમાં આવેલા નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી વચ્ચે બ્રેકઅપ થઈ ચૂક્યું હતું અને ત્યારબાદ  રામસિંગ ગુલાબસિંગ પાડવી દ્વારા પૂર્વ પ્રેમિકા પર જીવલેણ હુમલો કર્યો હતો.

 યુવતી પર સબંધ રાખવા કરતો હતો દબાણ 
પ્રેમી રામસિંગ ગુલાબસિંગ પાડવી કિશોરીને વાત કરવા માટે અને પ્રેમ સંબંધ બાંધવા માટે સતત દબાણ કરતો હતો. પ્રેમિકા પોતાના પ્રેમી  આ યુવતી યુવકના તાબે ન થતા યુવાને તેને મારવા માટે હથિયાર સાથે પહોંચ્યો હતો. યુવકે યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે સગીરા ફરી જતા તેના ગળાને બદલે તેના ગાલ પર ઘા પડ્યો હતો. જેનાથી તેના ગાલ પર 17 જેટલા ટાંકા આવ્યા હતા.

પૂર્વ પ્રેમીની અટકાયત કરી
સુરતના સચિન વિસ્તારમાં પૂર્વ બોયફ્રેન્ડે યુવતીને જાનથી મારી નાખવાના ઈરાદે કર્યો છરીનો ઉપયોગ, ઘાયલ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાઈ, પોલીસે આ કેસમાં આરોપી પૂર્વ બોયફ્રેન્ડ રામ સિંહની ધરપકડ કરી છે.

સચિન વિસ્તારમાં રહેતી નીલમ વસાવા રાબેતા મુજબ નોકરી પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેના પૂર્વ બોયફ્રેન્ડ રામસિંહે તિક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરવાના ઈરાદે તેના ગળાના ભાગે હુમલો કર્યો હતો. પૂર્વ પ્રેમીએ કરેલા આ હુમલામાં નીલમ વસાવાને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસને 21 ડિસેમ્બરે સવારે 8.30 વાગ્યે બનેલી આ ઘટનાની માહિતી મળી હતી. પોલીસ આરોપી ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રામસિંગ પાડવીને પકડવા સક્રિય બની હતી અને આરોપી ભૂતપૂર્વ બોયફ્રેન્ડની ધરપકડ કરી હતી.

ટી-શર્ટ બનાવટી કંપની માં મળ્યા હતા બંને
નીલમ અને રામ સિંહ 2019 માં એપ્રિલ પાર્કમાં ટી-શર્ટ બનાવવાની ફેક્ટરીમાં સાથે કામ કરતા હતા જ્યાં બંનેનો પરિચય થયો હતો અને પછી પ્રેમ થયો હતો. રામ સિંહે નીલમ સાથે લગ્ન કરવા માટે નીલમના માતા-પિતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ નીલમના પિતાએ તેને નાપસંદ કરતાં રામસિંહ સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારપછી નીલમે જોબ પર જવાનું પણ બંધ કરી દીધું હતું, છેલ્લા છ મહિનાથી તે ફરી એ જ કંપનીમાં જોબ પર જવા લાગી હતી. રામસિંગ પાડવીનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. રામસિંહને ખબર પડી કે નીલમ ફરીથી કામ પર આવવા લાગી છે, તેથી તે 17મી ડિસેમ્બરે તેને રસ્તામાં મળ્યો અને તેની સાથે જવાની જીદ કરવા લાગ્યો પરંતુ નીલમે તેની સાથે જવાની ના પાડી. 21 ડિસેમ્બરે રામ સિંહ રસ્તામાં ફરી નીલમને મળ્યો અને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. પોલીસે હુમલો કરનાર આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

    follow whatsapp