શું રુપાલા બદલાશે? ક્ષત્રિયોનો રોષ વધતા ભપેન્દ્ર પટેલ અને પાટીલ મેદાને ઉતર્યા, ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક

Parshottam Rupala Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો ભડકેલો ગુસ્સો હાલ અનેક રીતે ભાજપને દઝાડી રહ્યો છે.

ગાંધીનગર ખાતે હાઈલેવલ બેઠક

Parshottam Rupala Controversy

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પરસોતમ રૂપાલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ

point

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં થઈ રહ્યો છે વિરોધ

point

સી.આર પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક ચાલુ

Parshottam Rupala Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો ભડકેલો ગુસ્સો હાલ અનેક રીતે ભાજપને દઝાડી રહ્યો છે. પહેલાં આ બાબત રાજકોટ પૂરતી મર્યાદિત રહી પણ આ રોષ વાયુવેગે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રસરી ગયો છે. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતર્યા છે અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ નિવેદન પાઠવવામાં આવ્યા રહ્યા છે. રૂપાલાની ઉમેદવારી રદ કર્યા સિવાય બીજી કોઈ બાબતે સમાધાન માટે ક્ષત્રિય સમાજ તૈયાર નથી. ત્યારે હવે ભાજપ દ્વારા આ વિવાદને શાંત પાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સી.આર પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક

ગાંધીનગર ખાતે આવેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક માટે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો સી.આર પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, બળવંતસિંહ રાજપુત, આઈ.કે જાડેજા, જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રત્નાકરજી પણ બેઠકમાં હજાર છે. 

રૂપાલા મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય

પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સતત વધી રહેલા વિવાદને ઠારવા માટે હવે ખુદ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ મેદાનમાં ઉતર્યા છે. રાજકોટમાં રૂપાલા યથાવત રહેશે કે નહીં તેને લઈને ગાંધીનગર સી.આર પાટીલના નિવાસસ્થાને મંથન કરવામાં આવી રહ્યું છે. 

રાજકોટમાં યોજાશે મહાસંમેલન

આ મામલે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી જાડેજાએ કહ્યું કે, આગામી 6 અને 7 એપ્રિલના રોજ રાજકોટ ખાતે મહાસંમેલન બોલાવવામાં આવશે. જેમાં આશરે 5 લાખ લોકો હાજર રહેશે. અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. પરસોત્તમ રૂપાલાને રાજકોટ નહીં પરંતુ એકપણ જગ્યાએથી ટિકિટ આપવામાં ન આવે. અમારો ભાજપ સાથે કોઈ વિરોધ નથી કે અન્ય કોઈ સમાજ સાથે કોઈ વિરોધ નથી. અમારો વિરોધ પરસોત્તમ રૂપાલા સાહેબ સામે છે.

હું કોઈનાથી ડરવાનો નથીઃ પી.ટી જાડેજા

પી.ટી જાડેજાએ કહ્યું કે, મને છેલ્લા 2 દિવસથી ધમકીના ફોન આવી રહ્યા છે, હું કોઈનાથી ડરવાનો નથી અને સમાજની પડખે જ ઉભો રહેવાનો છું. અમારી મોદી સાહેબને વિનંતી છે કે પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે.મોદી સાહેબનો ટાર્ગેટ 400 સીટનો છો, ભારતમાં અમે 22 કરોડ ક્ષત્રિયો છીએ. અમે 400 નહીં 440 સીટ અપાવીશું. ક્ષત્રિય સમાજ હંમેશા મોદી સાહેબની સાથે સાથે ઉભો રહ્યો છે અને ઉભો રહેશે, પરંતુ આ અમારા બધાનું અપમાન છે. અમારી એક જ વિનંતી છે કે પરસોત્તમ રૂપાલાને બદલે અન્ય કોઈપણને ટિકિટ આપો. 

ઈનપુટઃ દુર્ગેશ મહેતા, ગાંધીનગર
 

    follow whatsapp