રાજ્યમાં તમાકુ અને ગુટકાને લઈ લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય

અમદાવાદ: તમાકુ તેમજ ગુટકાથી કેન્સરના કેસમાં વધારો થઈ રહ્યો છે. યુવવાવર્ગ તે તરફ વધુ વાળી રહ્યું છે. જેણે પરિણામે ગુટક તેમજ તમાકુ પર પ્રતિબંધ લદાવવામાં…

gujarattak
follow google news

અમદાવાદ: તમાકુ તેમજ ગુટકાથી કેન્સરના કેસમાં વધારો થઈ રહ્યો છે. યુવવાવર્ગ તે તરફ વધુ વાળી રહ્યું છે. જેણે પરિણામે ગુટક તેમજ તમાકુ પર પ્રતિબંધ લદાવવામાં આવ્યો હતો. રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.9 સપ્ટેમ્બર-2022 થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું પ્રતિબંધ
તમાકુ અને ગુટકાના સેવનથી અનેક લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે.

નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી નિર્ણય કરવામાં આવ્યો
ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. અનેક લોકો તમાકુ અને ગુટકના સેવનથી મોતના મુખમાં જતાં હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.

નિયમ ભંગ કરનાર પર થશે કાર્યવાહી
રાજ્યમાં કોઈ પણ સ્થળ પર આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

    follow whatsapp