શાર્દૂલ ગજ્જર, દાહોદ: રાજ્યમાં દારૂબંધી સામે અનેક વખત સવાલો ઉઠયા છે. ક્યારેક તો દારૂબંધીના લીરેલીરા સરકારી વિભાગના કર્મચારી ઉડાવતા જોવા મળ્યા છે. ત્યારે ફરી એક વખત દારૂબંધી સામે સવાલો ઉઠયા છે. દેવગઢબારિયા તાલુકા ના ભડભામાં કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર મકાનમાં ઘૂસી હતી. કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો ત્યારે ભાજપના ખેસ વાળી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો અકસ્માત સર્જાતા દારૂની રેલમછેલ થઈ હતી.
ADVERTISEMENT
દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો છે. જેના કારણે બંને રાજ્યો માથી વિદેશી દારૂનો જથ્થો દાહોદ જિલ્લામાં થઈને ગુજરાતમાં ઘુસાડવાનો વેપલો ચાલે છે. અનેક વખત દાહોદ પોલીસે દારૂનો જથ્થો ઝડપી લીધા ના બનાવો સામે આવે છે. ત્યારે દારૂ ભરેલ કાર નો અકસ્માત સર્જાતા દારૂ ની હેરફેરી સામે આવી છે. લક્ઝુરિયસ કાર માં વિદેશી દારૂનો જથ્થો ભરીને દેવગઢબારિયા તાલુકામાં થઈને પસાર થઈ રહી હતી. આ દરમિયાન દેવગઢબારિયા તાલુકા ના ભડભા ખાતે ચાલકે સ્ટિયરિંગ ઉપર નો કાબૂ ગુમાવતાં કાર એક મકાન માં ઘૂસી ગઈ હતી. જેને પગલે મકાન માં રહેતા પરિવાર ના સભ્યો માં નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા અને આસપાસ માથી લોકો દોડી આવતા બુટલેગર કાર મૂકી ને ફરાર થઈ ગયો હતો.
કારમાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો
સ્થાનિકો એ કારમાં તાપસ કરતાં કારમાં ભાજપનો ખેસ લટકતો હતો. અને વિદેશી દારૂ નો જથ્થો ભરેલો હતો. અકસ્માત સર્જાતા દારૂની રેલમછેલ થઈ હતી. બનાવની જાણ પોલીસ ને થતાં પોલીસે ઘટના સ્થળે પહોચી દારૂ નો જથ્થો સહિત કારનો કબ્જો લીધો હતો. કાર કોની છે અને દારૂ નો જથ્થો ક્યાં લઈ જવામાં આવતો તે દિશા માં તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT