અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની જીવાદોરી સમાન એએમટીએસ (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)ના ભાડામાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે લઘુત્તમ ભાડું અત્યાર સુધી 3 રૂપિયા હતું તેને વધારીને હવે 5 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. AMTS-BRTSના ભાડામાં થયો વધારો કર્યો છે. જેમાં AMTS અને BRTSના ભાડા કોમન કરી દેવામાં આવ્યા છે. હવે બંનેના ભાડામાં લઘુત્તમ ભાડું રૂ. 5 અને મહત્તમ રૂ. 30 ચુકવવાનું રહેશે.
ADVERTISEMENT
PM Modi US Visit: ‘વ્હાઈટ હાઉસમાં મારું સ્વાગત, 140 કરોડ ભારતીયોનું સમ્માન’- બોલ્યા નરેન્દ્ર મોદી
12 વર્ષ પછી ભાડામાં ફેરફાર કરાયો
ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 વર્ષથી AMTS અને BRTSના ભાડામાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો ન્હોતો. 12 વર્ષ પછી અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશનના કમિશનર અને હોદ્દેદારો વચ્ચેની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગત 1 જુલાઈથી આ નવા ભાડા લાગુ પડી જશે. પ્રાપ્ત વિગતો અનુસાર AMTSમાં નવી એસી બસો તથા ડબલ ડેક્કર બસોનો ઉમેરો પણ કરવાની વિચારણા કરવામાં આવી છે.
ADVERTISEMENT