અમરેલીઃ ઝાફરાબાદના દરિયામાં બોટ અને શિપ વચ્ચે અકસ્માત, 8 ખલાસીઓના જીવ બચ્યા પણ…

અમરેલીઃ જાફરાબાદના દરિયામાં 40 નોટિકલ માઈલ દૂર બોટ ડૂબી જવાની ઘટના બની છે. આ ઘટના એક અકસ્માતને કારણે થઈ છે. સામાન્યતઃ આપણે માર્ગ અકસ્માતના ઘણા…

gujarattak
follow google news

અમરેલીઃ જાફરાબાદના દરિયામાં 40 નોટિકલ માઈલ દૂર બોટ ડૂબી જવાની ઘટના બની છે. આ ઘટના એક અકસ્માતને કારણે થઈ છે. સામાન્યતઃ આપણે માર્ગ અકસ્માતના ઘણા અહેવાલો જાણ્યા છે પરંતુ દરિયામાં અને ઘણી વખત હવામાં પણ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આવો જ એક અકસ્માત જાફરાબાદના દરિયામાં બન્યો છે. જેમાં બોટમાં સવાર 8 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. જોકે બોટ બચી શકી નથી અને હવે તે ક્યાં છે તેની પણ હાલ આ લખાય છે ત્યાં સુધી જાણકારી નથી.

અન્ય બોટની મદદથી ખલાસીઓને બચાવાયા
જાફરાબાદના દરિયામાં 40 નોટિકલ માઈલ દુર એક ધનપ્રસાદ નામની બોટ 8 ખલાસીઓ સાથે જઈ રહી હતી. દરમિયાન ત્યાં શિપ જહાજ સાથે ટક્કર વાગતા આ બોટ પાણીમાં ડૂબવા લાગી હતી. જોકે શિપ જહાજની ટક્કરથી બોટને ભારે નુકસાન થયું હતું અને તે પાણીમાં ડૂબી ગઈ હતી. દરમિયાન બોટમાં સવાર 8 ખલાસીઓના જીવ પણ જોખમમાં મુકાઈ ગયા હતા. જોકે ત્યાં હાજર અન્ય એક બોટ દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના પછી 40 નોટિકલ માઈલ દૂર ડૂબેલી ધનપ્રસાદ બોટની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

(વીથ ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp