અમરેલીઃ સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, ટ્રેક્ટર પણ કાગળની હોળીની જેમ ખેંચાયું- Video

અમરેલીઃ અમરેલીમાં આજે મેઘ મહેરે એવો કહેર વરતાવ્યો છે કે લોકોના જીવનને અસપ પહોંચી છે. અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં તો અનરાધાર વરસાદ પડ્યો છે. ખાસ…

gujarattak
follow google news

અમરેલીઃ અમરેલીમાં આજે મેઘ મહેરે એવો કહેર વરતાવ્યો છે કે લોકોના જીવનને અસપ પહોંચી છે. અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં તો અનરાધાર વરસાદ પડ્યો છે. ખાસ કરીને મેવાસમાં પાણીના પ્રવાહ ધસમસતા જોવા મળ્યા છે. અહીં તો પાણીનો પ્રવાહ એટલો તાકતવર હતો કે એક ટ્રેક્ટરને પણ ખેંચી લીધું હતું. સુરજવડી નદીમાં પાણીનો પ્રવાહ આવતા ટ્રેક્ટર તો જાણે કાગળની હોળી પાણીમાં ખેંચાવા લાગી હોય તેવી રીતે ખેંચાઈ ગયું હતું.

અમદાવાદ-ગોધરા હાઈવે નજીકના રેલવે ટ્રેક પર ટ્રેન સાથે ગાયોની થઈ ટક્કરઃ 9 પશુના મોત

3 ખેડૂતો ટ્રેક્ટર સાથે તણાયા…
સુરડવડી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેને પગલે નદીમાં ભારે વરસાદી પાણીના વહેણમાં ટ્રેક્ટર ખેંચાઈ ગયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ખેડૂતો ટ્રેક્ટર લઈને વાડીથી પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા. ત્રણ ખેડૂતો ટ્રેક્ટર સાથે પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા. તેઓ તણાવા લાગતા લોકો પણ તેમની મદદે આવી ગયા હતા. જોકે સદનસીબે ત્રણે ખેડૂતોને પાણીના પ્રવાહમાં ડૂબે તે પહેલા બચાવી લેવમાં આવ્યા હતા પરંતુ ટ્રેક્ટર પાણીમાં ખેંચાઈ ગયું હતું અને નદીમાં ગરકાવ થઈ ગયું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભામાં ધોધમાર વરસાદ સાથે રાયડી ગામમાં સ્થાનીક નદીમાં ઘોડાપૂર આવી ગયું છે. ખાસ કરીને રાયડી, પાર્ટી, મોટાસરાકડિયા, કોદીયા, રાણીગપરા, ભાવરડી સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ખાંભા ગીરના ગામડાઓમાં આવેલા નદી નાળા તો પહેલા જ વરસાદમાં છલકાઈ ગયા છે.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp