Amreli News: રાજ્યમાં યુવાઓ બાદ હવે નાની ઉંમરના બાળકોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂતમાં ગઈકાલે જ ધો.4ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું, તો હવે અમરેલીમાં ધો.9માં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું. આટલી નાની ઉંમરે વિદ્યાર્થિનીના ઓચિંતા મોતથી હવે પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે.
ADVERTISEMENT
સ્કૂલમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીની તબિયત લથડી
વિગતો મુજબ, અમરેલીની શાંતાબા ગજેરા સ્કૂલમાં સાક્ષી રોજાસરા નામની વિદ્યાર્થિની ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. આજે શુક્રવારે સવારે શાળામાં પરીક્ષા હતી. જેમાં સાક્ષી પણ પરીક્ષા આપી રહી હતી, દરમિયાન તેની અચાનક તબિયત લથડી અને છાતીમાં દુઃખાવો શરૂ થઈ ગયો હતો. આથી સ્કૂલનો સ્ટાફ વિદ્યાર્થિનીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
સુરત-ભરૂચમાં પણ હાર્ટ એટેકથી બે મોત
બાળકીના મોત બાદ તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી છે. અચાનક વિદ્યાર્થિનીના મોતથી પરિવારના સભ્યો પણ શોકમાં ડૂબ્યા છે. નોંધનીય છે કે ભરૂતમાં 10 વર્ષની બાળકી સહિત સુરતમાં 25 વર્ષના યુવકનું પણ ગઈકાલે મોત થઈ ગયું હતું. આમ યુવાઓના હાર્ટ એટેકથી ઓચિંતા મોત થતા લોકો પણ ચિંતિત બન્યા છે.
ADVERTISEMENT