VIDEO: દર્દીને લેવા આવેલી 108 પોતે જ થઈ 'બીમાર', એમ્બ્યુલન્સ ચાલુ ન થતા લોકોએ ધક્કા માર્યા

Amreli News: સામાન્ય રીતે તમે બીમાર દર્દીને લેવા જતી એમ્બ્યુલન્સ જોઈ હશે, પરંતુ અમરેલીમાં 108 એમ્બ્યુલન્સ જ બીમાર થઈ હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોખરવાળા ગામમાં દર્દીને લેવા ગયેલી એમ્બ્યુલન્સ સાથે એવી ઘટના બની કે ગામનાં લોકોને એમ્બ્યુલન્સને ધક્કા મારવા પડ્યા હતા.

108 Ambulance

108 Ambulance

follow google news

Amreli News: સામાન્ય રીતે તમે બીમાર દર્દીને લેવા જતી એમ્બ્યુલન્સ જોઈ હશે, પરંતુ અમરેલીમાં 108 એમ્બ્યુલન્સ જ બીમાર થઈ હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોખરવાળા ગામમાં દર્દીને લેવા ગયેલી એમ્બ્યુલન્સ સાથે એવી ઘટના બની કે ગામનાં લોકોને એમ્બ્યુલન્સને ધક્કા મારવા પડ્યા હતા. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

દર્દીને લેવા પહોંચેલી એમ્બ્યુલન્સ ખરાબ થઈ

પ્રાપ્ત માહિતી અનુસાર, ગામમાં એક દર્દીને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવાની જરૂર હતી. આથી 108 ઘટના સ્થળે પહોંચી અને દર્દીને ગાડીમાં ચડાવવામાં આવ્યા. પરંતુ જ્યારે ડ્રાઈવરે એમ્બ્યુલન્સને ચાલું કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે શરૂ જ ન થઈ. આથી દર્દીની હાલત જોઈને ગભરાયેલા ગામના લોકો મદદ માટે આગળ આવ્યા અને ધક્કો મારીને ગાડી શરૂ કરાવી.

લોકોએ એમ્બ્યુલન્સને ધક્કા માર્યા

સોશિયલ મીડિયા પર ઘટનાના વાઈરલ વીડિયોમાં સ્પષ્ટરીતે જોઈ શકાય છે કે કેવી રીતે ગામના લોકો 108ને ધક્કો મારી રહ્યા છે. ઈમરજન્સી સમયે જ એમ્બ્યુલન્સ શરૂ ન થતા 108 સેવાના ખરાબ મેઇન્ટનન્સ પ્રત્યે લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. 

આ ઘટનાથી 108 સેવાના ખરાબ મેઇન્ટનન્સ અને સંચાલન પર સવાલ ઊઠયા છે. જો આવી ઘટનામાં યોગ્ય સમયે સારવારના અભાવે દર્દીનો જીવ જોખમમાં મૂકાયો હોય તો જવબદાર કોણ? સરકારે આ 108 સેવાને વધુ સારી બનાવવા અને ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળે તેની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

    follow whatsapp