Amreli News: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહ અને દીપડાની સંખ્યા વધી છે. જે ઘણી સારી વાત છે. જોકે અહીં હવે આ વિસ્તાર જાણે તેમને નાનો પડી રહ્યો હોય તેમ તે અવારનવાર માનવીય વસાહતોની નજીક આવે છે. આ દરમિયાનમાં અત્યાર સુધી ભાગ્યે જ માણસ પર સિંહોના હુમલાની વિગતો સામે આવી છે. ત્યારે હવે માણસ પર હુમલાની વાત આવે ત્યારે રીતસર નાની બાળકીને ફાડી ખાવાની ઘટનાએ લોકોને ચિંતામાં મુક્યા છે અને ડરાવ્યા છે.
ADVERTISEMENT
Valsad News: ડી.પી. પટેલ સ્કૂલમાં મટકી ફોડ કાર્યક્રમમાં પોલ ધરાશાયી, 4 વિદ્યાર્થીઓ ઘાયલ
બાળકીના બે પગ મળ્યા
મજુર પરિવારની એક બગસરાના હાલરિયા ગામની 5 વર્ષની દીકરી પર બાળકી સૂતી હતી ત્યારે સિંહણો તેને ખેંચી ગઈ હતી અને તેણીને ક્રુરતાથી ફાડી ખાધી હતી. આખી રાત લોકો તેની શોધખોળ કરતા હતા. ગત રાત્રે જ તે બાળકીના માત્ર 2 પગ જ મળ્યા. જ્યારે બાકીના અવશેશો શોધવાની તજવીજ કરવામાં આવી રહી છે. આ તરફ પરિવારજનોએ સિંહણોને પકડવાની માગ કરતા વન વિભાગે માનવભક્ષી બનેલી સિંહણોને ઝડપી પાડી છે.
આ ઓપરેશનમાં વન વિભાગના 35 જેટલા માણસો કામે લાગ્યા હતા. જેમાં તેમણે સિંહણોને સફળતાથી શેત્રુંજી નદીના પટ વિસ્તારમાંથી પકડી પાડી હતી. આ શિહણોને શક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવી હતી. આ મામલામાં પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.
ADVERTISEMENT