Amreli News: અમરેલીના સાંસદ નારણ કાછડિયા ફરી વિવાદમાં સપડાયા છે. સાંસદ નારણ કાછડિયાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં તેઓ સાવરકુંડલાના પાલિકા ઉપપ્રમુખ પ્રતીક નાકરાણીને જમાઈનું કામ કરવા માટે ધમકાવી રહ્યા છે. સાંસદનો જ આ પ્રકારનો ઓડિયો વાઈરલ થતા હવે ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
સાવરકુંડલા પાલિકા દ્વારા શહેરના મુખ્યબજાર અને સિનેમા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર આર.સી.સી રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડનો કોન્ટ્રાક્ટ સાંસદ નારણ કાછડિયાના જમાઈની કથા કન્સ્ટ્રક્શન એજન્સીને સોંપાયો હતો. રોડ તૂટી જતા વેપારી દ્વારા નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ પ્રતીક નાકરાણીને રજૂઆત કરાઈ હતી. જેની તેઓ ચીફ ઓફિસરને વાત કરતા સાંસદને તેની જાણ થઈ ગઈ અને તેમણે કથિત ઓડિયો ક્લિપમાં ઉપપ્રમુખને ધમકાવ્યા હતા.
ઓડિયો ક્લિપમાં શું બોલે છે સાંસદ?
સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીને ફોન કરીને કથિત ઓડિયો ક્લિપમાં સાંસદ બોલે છે, પાલિકામાં કથા કન્સ્ટ્રક્શન મારા જમાઈનું છે, હું જરાય ઓછો નહીં ઉત્તરું. ડી.કે.તો મરી ગયો છે ને તારું રાજકારણ નાનું છે ને મારું 30 વર્ષનું રાજકારણ છે. પાલિકામાં પેશાબના બે ટીપાં પડશે તો પણ મને ખબર પડશે. મારે શું કરવું મને ખબર પડે છે મને (અભદ્ર શબ્દ) આંગળી ના કરતા.
ADVERTISEMENT