અમરેલીઃ અમરેલીના ધારી શહેરમાં દીપડાની લટાર જોવા મળી છે. દીપડાના આંટાફેરાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે વન્ય પ્રાણીઓ શહેર સુધી પહોંચ્યા છે. હાલમાં જ આ વીડિયોને જોઈને માનવીય વસાહતની અત્યંત નજીક વન્ય પ્રાણીની લટારે લોકોને ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
ઊંચી ઈમારત પરથી લેવાયો વીડિયો
અમરેલીના ધારી શહેરમાં દીપડાની અવર જવર જોવા મળી છે. સામાન્યતઃ જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ કે અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ વન્ય પ્રાણીઓ જોવા મળ્યા છે પરંતુ શહેરી વિસ્તારમાં વન્ય પ્રાણીની અવર જવર લોકો માટે ચોંકાવનારી છે. આ વીડિયો ધારીના ઈન્દિરાનગર નજીકની સોઢાવાડી પાસેનો હોવાનું સામે આવ્યું છે. જ્યાં દીપડાએ દેખા દીધી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદના કારણે લીલાછમ બનેલા વિસ્તારમાં દીપડો આંટા ફેરા કરી રહ્યો છે. જ્યારે આસપાસ બિલ્ડીંગ હોવાનું પણ જોઈ શકાય છે. આ વીડિયો ઊંચી ઈમારત પરથી ઉતારવામાં આવ્યો હોવાનું પણ જોઈ શકાય છે.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT