અમરેલીઃ વરસાદ, માખી, મચ્ચરથી દૂર રહેવા સિંહો પહોંચ્યા ડુંગર પર- Video

અમરેલીઃ અમરેલીમાં હાલ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં ભારે વરસાદને કારણે જંગલમાં પણ પાણી ભરાયા છે. આ દરમિયાન માખી મચ્ચર જેવા જીવજંતુઓ પણ ખુબ પરેશાન…

gujarattak
follow google news

અમરેલીઃ અમરેલીમાં હાલ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં ભારે વરસાદને કારણે જંગલમાં પણ પાણી ભરાયા છે. આ દરમિયાન માખી મચ્ચર જેવા જીવજંતુઓ પણ ખુબ પરેશાન કરનારા હોય છે. જેને કારણે જંગલનો રાજા પણ ત્રાહિમામ છે. આપણે જેમ જીવજંતુઓના ત્રાસથી બચવાના ઉપાયો કરીએ છીએ તેમ જંગલનો રાજા પણ મોટા ભાગે આવા ઉપાયો કરતા રહેતા હોય છે. જેાં સિંહો કોઈ ઊંચી જગ્યા આરામ માટે પસંદ કરતા હોય છે.

સલામત સ્થળ પર આશરો
અમરેલીમાં વરસાદી વાતાવરણ વચ્ચે સિંહો ડુંગરો પર પહોંચ્યા છે. ખાંભા ગીરના ભાડ રેવન્યુના ડુંગરો પર સિંહો પહોંચ્યા છે. સિંહો આમ પણ મુશ્કેલી ઊભી થાય તે પહેલા વાતાવરણ પ્રમાણે પોતાના વર્તણૂંકો બદલતા હોય છે. હાલમાં વરસાદ પડ્યો છે જેને લઈને ટુંકા જ સમયમાં માખીઓનો ત્રાસ તો વધ્યો જ છે પરંતુ મચ્છરોનો પણ ત્રાસ વધશે. દરમિયાનમાં સિંહોના કેટલાક ટોળા ભાડ રેવન્યુના ડુંગરો પર પહોંચી ગયા છે. વરસાદમાં સિંહોનું આ ટોળું સલામત સ્થળ શોધી આશરો લઈ રહ્યું છે.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp