અમરેલીઃ અમરેલીના ખાંભામાં દીપડો દેખાવાની વાત સામાન્ય બનતી જાય છે. અહીં મોટી સંખ્યામાં દીપડા સહિત વન્ય જીવોની અરવજવર રહેતી હોય છે. હાલમાં જ માણસ પર હુમલાના બે કિસ્સા પણ બન્યા હતા. ત્યારે આજે વધુ એક મોટા કદનો દીપડો સીસીટીવીમાં કેદ થતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. લોકોનું કહેવું છે કે આ દીપડો સિંહ જેટલું કે તેની આસપાસનું કદ ધરાવતો હતો.
ADVERTISEMENT
IPL Finalનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગાંડપણઃ ટિકિટ લેવામાં કોઈનો જીવ લેશો?
વાછરડાને ખુબ સરળતાથી ખેંચી ગયો
અમરેલીના ખાંભા શહેરમાં આવીને દીપડાએ શિકાર કર્યાની વિગતોએ ભારે ચકચાર મચાવી છે. શહેરી વિસ્તારમાં ખાંભાના આશ્રમ પરા ખાતે દીપડાએ વાછરડીનો શિકાર કર્યો છે. શિકાર કરીને દીપડો વાછરડીને ઢસેડી જતો હોય તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ખાંભાની શેરીઓમાં દીપડાએ આખી રાથ મિજબાની કરી હતી. લોકોનું કહેવું છે કે સિંહ જેવી હાઈટ ધરાવતો ખુંખાર દીપડો હતો. રહેણાક વિસ્તારમાં અવારનવાર દીપડો આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. સિંહોની પણ લટાર ગમે ત્યારે અમરેલીમાં રહેણાક વિસ્તારમાં જોવા મળતી હોય છે. દીપડાના અવારનવાર માનવ પર હુમલાની ઘટનાઓ પણ બની ચુકી છે. હવે તેઓ શહેરી શેરીઓ સુધી પહોંચ્યા છે. દીપડા દ્વારા વાછરડાના શિકાર કર્યા પછી અહીં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT