અમરેલીઃ સુરવો નદીના ધસમસતા પાણીમાં બાઈક બચાવવવા જતા યુવક તણાયો- Video

અમરેલીઃ અમરેલીની વડીયાના ખાન ખીજડીયાની નદીમાં એક યુવક તણાઈ ગયાના અહેવાલ સામે આવ્યા છે. નદીના વહેતા પાણીમાં તે બાઈક લઈને જતો હતો ત્યારે આ ઘટના…

gujarattak
follow google news

અમરેલીઃ અમરેલીની વડીયાના ખાન ખીજડીયાની નદીમાં એક યુવક તણાઈ ગયાના અહેવાલ સામે આવ્યા છે. નદીના વહેતા પાણીમાં તે બાઈક લઈને જતો હતો ત્યારે આ ઘટના બની હતી. અધવચ્ચે જ બાઈક ખેંચાવા લાગ્યું હતું. બાઈકને બચાવવા જતા યુવક પણ પાણીમાં ખેંચાઈ ગયો હતો. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. હાલ યુવકની શોધખોળ ચાલુ હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.

IND vs PAK મેચ માટે અમદાવાદની હોસ્પિટલોમાં બેડ બુક કરાવી રહ્યા છે દર્શક, હોટલો હાઉસફુલ

અમરેલીના વડીયાના ખાન ખીજડીયાની નદીમાં એક યુવક તણાઈ ગયો હતો. સુરવો નદીના પાણીના પ્રવાહમાં આ યુવાન ખેંચાયો હતો. સુરવો ડેમનો દરવાજો ખોલતા નદીઓ વહેતી થઈ હતી. યુવક બાઈક સાથે પાણીમાં તણાયાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. સામેથી આવતી ફોર વ્હીલમાંથી વીડિયો કેમેરામાં કેદ થયો છે. પાણીા પ્રવાહમાં યુવકને બચાવવા માટે દોરડું ના હોવાથી યુવક પાણીમાં સતત ખેંચાતો રહ્યો હતો.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp