અમરેલીના ઠાકર થાળમાં લાગી વિકરાળ આગ, 200 લોકોનું કરાયું રેસ્ક્યૂ- Video

અમરેલીઃ અમરેલીના ઠાકર થાળમાં આજે શુક્રવારે સાંજે અચાનક આગ લાગી ગઈ હતી. સ્થિતિ એવી હતી કે જ્યારે આગ લાગી ત્યારે હોટલની લિફ્ટમાં ચાર વ્યક્તિ અને…

gujarattak
follow google news

અમરેલીઃ અમરેલીના ઠાકર થાળમાં આજે શુક્રવારે સાંજે અચાનક આગ લાગી ગઈ હતી. સ્થિતિ એવી હતી કે જ્યારે આગ લાગી ત્યારે હોટલની લિફ્ટમાં ચાર વ્યક્તિ અને હોટલની અંદર 200 લોકો હાજર હતા. જેના કારણે તેમનો જીવ બચાવવો પ્રાથમિક્તા હતી. મામલાની જાણ થતા ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું. ફાયર વિભાગે તુરંત સહુને સલામત રીતે બહાર કાઢી આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

લોકોમાં અફરાતફરી
અમરેલીની ઠાકર થાળ હોટલમાં આજે શુક્રવારે સાંજે મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ હતી. આગ લાગ્યાની જાણકારી ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું. જોકે ત્યારે લીફ્ટમાં 4 વ્યક્તિ ફસાયેલી હતી. ઉપરાંત હોટલમાં પણ 200 લોકો હાજર હતા. લોકોમાં એક તરફ અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં સાવરણી વેચનારાએ 4 વર્ષની બાળકીનું કર્યું કિડનેપિંગ, સાળા-બનેવીને ધરપકડ

ફાયર વિભાગે તમામ લોકોને સલામત રીતે સ્થળ પરથી બહાર કાઢી લીધા હતા. આ તરફ આગ પર કાબુ મેળવવાના તુરંત પ્રયાસો હાથ ધરવામાં આવતા આગ પર કાબુ મેળવાયો હતો. જોકે આ પ્રક્રિયા દરમિયાન બહારના રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે અમરેલીના ફાયર ઓફિસર એચ સી ગઢવી દ્વારા વધુ જાણકારી આપવામાં આવી હતી. આવો સાંભળીએ તેમણે શું કહ્યું…

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp