અમરેલીઃ અમરેલીમાં હિંસક પ્રાણીઓની અવર જવર ઘણીવાર જોવા મળતી હોય છે. ઘણી વખત સિંહ અને દીપડા દ્વારા કરવામાં આવેલા મારણના વીડિયો પણ સામે આવી ચુક્યા છે. જોકે મોટા ભાગે માણસથી દૂર રહેતા સિંહ દ્વારા ખેતરમાં જ ખેડૂતની કામગીરી દરમિયાન તેના પશુ પર હુમલો કરવામાં આવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
મહિલા ખેડૂતોની હિંમત
અમરેલી અને તેમાં પણ ગીરના જંગલની નજીકમાં સિંહે એક બળદનો શિકાર કર્યો છે. અહીં એક ખેડૂત પરિવાર બે બળદને હળ બાંધી ખેતીકામ કરી રહ્યો હતો. દરમિયાન અચાનક લીલીછમ હરિયાળી વચ્ચે છૂપાયેલા સિંહે હળમાં બાંધેલા એક બળદ પર હુમલો કર્યો હતો. જેમાં એ એક બળદને તે ખેંચી જતા અન્ય એક બળદને બચાવવા માટે ખેડૂત પરિવારે ભારે જહેમત કરી હતી.
મહિપતસિંહ ચૌહાણને મળી મારી નાખવાની ધમકી, જાણો શું છે મામલો
મહિલા ખેડૂતો દ્વારા બચી ગયેલા બળદને તુરંત હળથી છોડીને તેને બચાવવી લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં તેમને સફળતા પણ મળી હતી. પરંતુ આ પરિવાર માટે એક બળદને ગુમાવવો પણ ખુબ જ દુખદ ઘટના હતી.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT