અમરેલીઃ ધારી ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઢળતી સંધ્યાએ ગીરના ગામડાઓમાં ભારે વરસાદ અને પવન ફૂંકાયો છે. ગામડાઓને જાણે મેઘરાજાએ ધમરોળી નાખ્યા હોય તે રીતે વરસાદ પડ્યો છે. જેના કારણે ધારીની પીલુકિયા નદીમાં પુર આવી ગયું છે.
ADVERTISEMENT
ધારીની ઘણી નદીઓ થઈ ગઈ બે કાંઠે
ધારી ગીરના ગામડાઓમાં ઢળતી સંધ્યાએ બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે ભારે વરસાદ ખાબક્યો છે. ધારીના સરસીયા, ભાડેર, જર સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે પીલુકિયા નદી બે કાંઠે થઈ ગઈ હતી. ધસમસતા પાણીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં નદીમાં પુરના પાણી દેખાઈ રહ્યા છે. સાથે જ હેમરાજીયા લીંબડીયા વેકરાળોની તમામ નદીઓ વહેતી થઈ ગઈ છે. ફતેગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સરસીયાની વેકરીયા અને પદમાવતી નદી પણ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી. જેના પણ વીડિયો સામે આવ્યા છે જે અહીં દર્શાવ્યા છે.
(ઈનપુટ, હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT