Amreli Crime News: કુંકાવાવના સરપંચનું બ્યૂટી પાર્લર ચલાવતી પરિણીતા પર 4થી વધુ વખત દુષ્કર્મ

Amreli Crime News: અમરેલી જિલ્લામાં કુંકાવાવના સરપંચ સામે પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આરોપી સરપંચ નિવૃત્ત સૈનિક છે અને 2022માં ચૂંટણી…

gujarattak
follow google news

Amreli Crime News: અમરેલી જિલ્લામાં કુંકાવાવના સરપંચ સામે પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આરોપી સરપંચ નિવૃત્ત સૈનિક છે અને 2022માં ચૂંટણી જીતીને સરપંચ બન્યો હતો. હાલમાં પરિણીતાની ફરિયાદના આધારે સરપંચ સામે પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી બંને સંપર્કમાં આવ્યા

વિગતો મુજબ, અમરેલી જિલ્લાના કુંકાવાવ ગામના સરપંચ સંજય લખાણી વિરુદ્ધ બ્યુટી પાર્લર ચલાવતી પરિણીત મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ મુજબ, આરોપી સંજય લખાણી 2022માં સંરપંચની ચૂંટણીમાં જીત્યા હતા અને સોશિયલ મીડિયા મારફતે યુવતી તેના સંપર્કમાં આવી હતી. આ બાદ આરોપી સરપંચે મહિલાને ધારીના લીયોની રિસોર્ટ પર લઈ જઈને દુષ્કર્મ આચરીને નિર્વસ્ત્ર ફોટો પાડી લીધા હતા.

ફરિયાદ નોંધાતા સરપંચ ફરાર

પરિણીતાના આરોપ મુજબ, આ બાદ આરોપીએ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને ધારીના લિયોની રિસોર્ટ અને રાજકોટની કાવ હોટેલના રૂમમાં ચાર જેટલી વખત દુષ્કર્મ આચર્યું હતું. આરોપી સંજય લખાણી નિવૃત્ત ફૌજી છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદથી સરપંચ હાલ ફરાર થઈ ગયા છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ફરાર સરપંચને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(ઈનપુટ: ફારુક કાદરી, અમરેલી)

    follow whatsapp