અમરેલીઃ અમરેલીમાં ગુનાઓનો આંકડો વધી રહ્યો છે તેવામાં ધારીના આંબડી સીમ વિસ્તારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા દસ દિવસથી પડી રહેલી આ લાશ અંગે જંગલ વિભાગના કર્મચારી દ્વારા આ લાશ જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અમરેલી પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
હિંદુ મુસ્લિમ એકતાનું ઉતમ ઉદાહરણ એવી ગોધરાની એકતા હોળી
લાશ સાવ સળી ગયેલી હાલતમાં મળી
અમરેલી પોલીસને હાલમાં ધારી આંબરડી સિમ વિસ્તારમાંથી એક લાશ મળી છે. આ એક અજાણ્યા વ્યક્તિની લાશ છે. પોલીસ માટે સવાલ છે કે આ લાશ કોની છે. સાથે જ આ વ્યક્તિનું મોત કેવી રીતે થયું છે. કારણ કે હાલ આ વ્યક્તિની લાશ સાવ સળી ગયેલી હાલતમાં મળી આવી છે. લાશને જોતા પોલીસને પ્રારંભીક રીતે અંદાજ જાય છે કે તે વ્યક્તિની લાશ અહીં છેલ્લા દસેક દિવસથી પડી છે. જોકે આ વ્યક્તિ અહીં અવાવરુ જગ્યા પર કેમ આવ્યો અને તેની સાથે શું બન્યું તે પણ પ્રશ્ન છે.
કરો દર્શન 3300 ફૂટ ઊંચે ગીરનાર પર્વત અને ડાકોરની હોળીના- Video
અમરેલી પોલીસને આ લાશ અંગેની જાણકારી જંગલ વિભાગના ટ્રેકર દ્વારા આપવામાં આવી હતી. અમરેલી પોલીસે હાલ આ લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી દીધી છે. પોસ્ટ મોર્ટમના રિપોર્ટ પરથી હાલ કેટલુંક ચિત્ર સ્પષ્ટ થાય તેવું લાગી રહ્યું છે. પોલીસ આ મામલામાં વધારે તપાસ આ રિપોર્ટ આવ્યા પછી કરશે આ ઉપરાંત હાલ પોલીસ માટે આ વ્યક્તિ કોણ છે તે પ્રમુખ તપાસનો પ્રશ્ન છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT