અમરેલીઃ અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં ભાવનગર-રાજકોટ રોડ પર ટ્રક પાછળ કાર ઘૂસી જતાં કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ચરખાથી બાબરા તરફ આવતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઈને એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા પરિવાર શોકમાં સરી પડ્યો છે. આ તરફ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
ADVERTISEMENT
22 વર્ષના આશાસ્પદ યુવાનના મોતથી પરિવાર શોકમય
અમરેલી જિલ્લામાં અવારનવાર ગમખ્વાર અકસ્માતો બને છે ત્યારે વધુ એક અકસ્માતમાં વ્યક્તિએ જીવ ગુમાવ્યાની વિગતો સામે આવી છે. ભાવનગર-રાજકોટ રોડ પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. મૃતક યુવકનું નામ પાર્થ છાંટબાર (22) છે. તે બાબરા શહેરમાં રહેતો હતો. આજે પાર્થ ચરખાથી બાબરા તરફ આવી રહ્યો હતો. તે જ્યારે ભાવનગર-રાજકોટ રોડ પર કારમાં જઈ રહ્યો હતો ત્યારે તેની કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં પાર્થને ગંભીર ઈજાઓ થઈ હતી. તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.
જામનગરની કંપનીમાં બ્લાસ્ટઃ બ્રાસ ભટ્ટીમાં ધકાડો થતા 2 વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા
અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસ દ્વારા ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ અકસ્માતથી પરિવાર અને મિત્રોને ગહન શોક થયો છે. પોલીસે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી અને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT