મુંબઈ: ટેલિવિઝનનો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) ની 14મી સીઝનમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હોસ્ટ તરીકે પાછા ફર્યા છે. શોનો એક નવો પ્રોમો હાલમાં સામે આવ્યો છે. જેમાં ભાવનગરનો યુવક હોટ સીટ પર બેઠેલો દેખાય છે. ભાવનગરના વિમલ કાંબડ સાથે નવા પ્રોમોમાં અમિતાભ તેના માટે યુવતી શોધવામાં મદદ કરી રહ્યા છે. વિમલ પણ વીડિયોમાં આત્મવિશ્વાસ દર્શાવે છે કે બિગ બી દ્વારા તેના લગ્ન માટે માગુ નાખ્યા બાદ કોઈપણ છોકરી તેને ના નહીં કહે.
ADVERTISEMENT
KBCમાં પહોંચ્યો ભાવનગરનો યુવક
KBCના નવા પ્રોમોમાં વિમલ હોટ સીટ પર બેઠેલો છો અને પોતાના લગ્નના પ્લાનિંગ વિશે તે બિગ બી સાથે વાત કરી રહ્યો છે. તે કહે છે કે, હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મારી કમાણી પાંચ આંકડામાં હશે. જે બાદ બિગ બીએ વિમલને સવાલ કર્યો કે તેના જીવનમાં કોઈ છોકરી છે? જેના જવાબમાં વિમલે કહ્યું, જ્યારે છોકરી હા પાડે ત્યારે હું ના પાડું છું, જ્યારે હું હા પાડું ત્યારે છોકરી ના પાડે છે.
વિમલ માટે બિગ બીએ કરી મેટ્રોમોનિયલ એડ
અમિતાભ બચ્ચન આ જવાબ સાંભળીને જાતે જ વિમલ માટે ટીવી પર લગ્નનું માગુ નાખતા તેને કેવી છોકરી પસંદ છે તેમ પૂછી લે છે. જે બાદ વિમલ કહે છે, મને સરળ દેખાતી, પણ સારા ગુણો ધરાવતી છોકરી પસંદ છે.
ભાવનગરના સામાન્ય પરિવારમાંથી આવે છે વિમલ
ઉલ્લેખનીય છે કે, ભાવનગરનો વિમલ કાંબડ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તે કેબીસીની 14મી સીઝનમાં ફિંગર ફર્સ્ટમાં વિજેતા થયા બાદ હોટ સીટમાં અમિતાભ બચ્ચન સામે બેસવાની તક મળી હતી. વિમલનો એપિસોડ 15મી ઓગસ્ટથી શરૂ થશે. અને 16 તથા 17 ઓગસ્ટના રોજ તેનો હોટ સીટ પરનો એપિસોડ પ્રસારીત થશે.
ADVERTISEMENT