GUJARAT ને કબ્જે કરવા અમિત શાહનો માસ્ટર પ્લાન, બેક ટુ બેક પ્રવાસોની વણઝાર

અમદાવાદ : જેમ-જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો પોતાની રીતે ચૂંટણી અંગેની રણનીતિ બનાવી રહ્યા છે. ભાજપના કેન્દ્રીય નેતાઓ એક…

gujarattak
follow google news

અમદાવાદ : જેમ-જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો પોતાની રીતે ચૂંટણી અંગેની રણનીતિ બનાવી રહ્યા છે. ભાજપના કેન્દ્રીય નેતાઓ એક પછી એક ગુજરાત યાત્રાએ છે. જો કે આમ આદમી પાર્ટી આવવાનાં કારણે ભાજપ ખુબ જ અસહજ થઇ ચુકી છે. કેટલાક મુદ્દે આમ આદમી પાર્ટીની સામે પાછી પણ પડી રહી છે. જેથી આ અસહજ સ્થિતિને ખાળવા માટે હવે ભાજપના ચાણક્ય પોતે જ મેદાનમાં આવ્યા છે. PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ એક્શન મોડમાં આવી ચુક્યું છે.એક પછી એક કેન્દ્રીય નેતાઓ અને ખાસ કરીને ગુજરાતમાં જેની મજબુત પક્કડ છે તેવા પીએમ મોદી અને અમિત શાહ બેક ટુ બેક ગુજરાત આવી રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસ બાદ અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવશે અને ત્યાર બાદ ફરી પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે.

અમિત શાહે બાજી પોતાના હાથમાં લીધી
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠનના લોકો સાથે બેઠકનું આયોજન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મંગળવારે પણ અચાનક સંગઠનના મુખ્ય લોકો સાથે અમિત શાહે મહત્વની બેઠક યોજી હતી. જેમાં ગુજરાતની રણનીતિ અંગે ચર્ચા કરી હતી.

અમિત શાહે બેઠક બાદ ઘણી કાઢી રણનીતિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કમલમ ખાતે યોજાયેલી આ બેઠક સવા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.

આપની આક્રમકતાથી ભાજપ અસહજ
ભાજપની બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે અક્રમકતાથી લડવા અને કઇ રીતે લોકો સુધી પહોંચી શકાય તે બાબતની ચર્ચા કરી હતી. નેશનલ ગેમ્સના આયોજન અંગે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન રોડ શૉ, સભા સહિતના કાર્યક્રમોની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન પક્ષ તરફથી પણ કાર્યક્રમો કરવા માટે અમિત શાહે કાર્યકરોને સૂચનો આપ્યા હતા. આગોતરા આયોજન બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અમિત શાહે 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

પીએમ ઉત્તર ગુજરાતમાં ઓક્ટોબરના પ્રથમ અઠવાડીયામાં આવે તેવી શક્યતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરના પ્રથમ અઠવાડીયા દરમિયાન પણપીએમ મોદી ઉત્તર ગુજરાતમાં આવી શકે છે. જેમાં બહુચરાજી આસપાસમાં વિશાળ સભા સંબોધિત કરે તેવી શક્યતા છે. બહુચરાજી મંદિરના 200 કરોડના વિકાસ કાર્યોનુ શિલાન્યાસ અને લોકાર્પણ કરી શકે છે. દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટ, બહુચરાજી રેલવે સ્ટેશનનું લોકાર્પણ ઉપરાંત મોઢેરા સોલાર પ્લાન્ટનું લોકાર્પણ સહિતના અનેક કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ બાદ વિશાળ જનસભા સંબોધિત કરી શકે તેવી શક્યતા સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

    follow whatsapp