સંજય રાઠોડ, સુરત : ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી લક્ષી રણનીતિ ઘડવા માટે રાજ્યમાં દિગ્ગજ નેતાઓ ધામા નાખી રહ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય સમીકરણો તૈયાર કરવા રાજકીય પક્ષો એડી ચોંટીનું જોર લગાવવી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ સુરત કાર્યક્રમમાં હાજરી આપશે.
ADVERTISEMENT
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ તૈયાર થઈ રહ્યો છે. એક બાદ એક નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે ફરી એક વખત અમિત શાહ ગુજરાત પહોંચશે. આજે રાત્રે 9 કલાકે અમિત શાહ સુરત પહોંચશે. અમિત શાહને આવકારવા માટે ભાજપના નેતા અને કાર્યકર્તા સુરત એરપોર્ટ પર પહોંચશે. સુરત ભાજપનું સંગઠન અને કાર્યકર્તા એરપોર્ટ પર જ અમિત શાહનું સન્માન કરશે.
આ કાર્યક્રમમાં આપશે હાજરી
ભારત સરકાર દ્વારા 14-15 સપ્ટેમ્બરના રોજ સુરતમાં હિન્દી દિવસ અને બીજી અખિલ ભારતીય રાજભાષા પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે.
ADVERTISEMENT