ગાંધીનગર : આગામી વિધાનસભાની તારીખ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ચૂંટણી ક્યારે આયોજીત થશે તે મુદ્દે હવે તમામ લોકોની નજર તેના પર છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે વહેલી ચૂંટણી અંગેના સંકેતો આપ્યા હતા. સાંજે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા ગાંધીનગરની હોટલ લીલા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. હાલ કેન્દ્રીય કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવેલા છે. તેવામાં તેમણે સંગઠનના તમામ નેતાઓ ઉપરાંત મુખ્યમંત્રીને સાથે રાખીને એક બેઠકનું આયોજન કર્યું હતું.
ADVERTISEMENT
આ બેઠકમાં અમિત શાહે ચૂંટણીલક્ષી રાજનીતિ અંગેના કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સીએમ અને સીઆર સાથે બેઠકમાં તેઓ ગુજરાતમાં હાલમાં રહેલા ભાજપ સામેના પડકારો પર ચર્ચા થશે. અત્રે નોંધનીય છે કે, ભાજપ પ્રત્યે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા હોય, મોંઘવારી હોય કે પછી સરકારી કર્મચારીઓ હોય તમામ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
હાલમાં ગુજરાતમાં સરકાર સામે જે પડકારો છે તેને પહોંચી વળવા માટેની રણનીતિ આજે તૈયાર કરવામાં આવી હોય અને તેના પર ચર્ચા કરવામાં આવી હોય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી બદલાયા બાદ જુના નેતાઓ પણ એક મોટો પડકાર છે.
ADVERTISEMENT