કચ્છઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છની મુલાકાત લીધી હતી. હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો જે પછી તેમણે પત્રકારો સાથે વાતચિત કરી હતી. તેમણે કહ્યું કે બિપોરજોય વાવાઝોડામાં 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય પરંતુ એક વ્યક્તિનું પણ મૃત્યુ નથી થયું તે એક ક્લાસીક ટીમ વર્કનું ઉદાહરણ છે. એક પણ જીવ ગયો નથી ફક્ત 47 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પશુઓના મોતમાં પણ 235 જ આવી છે. આટલા મોટા જિલ્લાનો વ્યાપ રાખનારા સાયક્લોન સામે આ પ્રકારનું કામ થવું તેના માટે ગુજરાતની સરકાર અભિનંદનને પાત્ર છે. જોકે તેમણે રાહત પેકેજ અંગે કહ્યું કે રાહત પેકેજનું ડ્રાફ્ટ તૈયાર છે, રાજ્ય સરકાર તે નક્કી કરશે અને જાહેરાત કરશે.
ADVERTISEMENT
અમિત શાહે કહ્યું કે, અગાઉ જ્યારે સાયક્લોનની દિશા ગુજરાત તરફ ન્હોતી ત્યારે પણ વડાપ્રધાન નાનીનાની વાત પર ધ્યાન રાખતા હતા. રાત્રે એક વાગ્યે પણ તેઓ આને લઈને ચિંતા કરતા હતા. 3400 ગામોમાં વીજળી રોકવામાં આવી હતી. જેમાંથી 1600 ગામોમાં વીજળી રિસ્ટોર કરી દેવાઈ છે. તમામ ગામોમાં રિસ્ટોરેશન પણ થઈ જશે. 1206 ગર્ભવતી મહિલાઓને નક્કી કરીને તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તમામ સગર્ભા મહિલાઓએ સંતોષ વ્યક્ત કર્યો છે. તેમના ભોજનથી લઈને તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. સંવેદના સાથે આ બહેનોને સંભાળીને તેમની ચિંતા કરવી એ સરાહનીય છે. 1,08,208 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે કોઈના જીવ ગયા ન્હોતા.
તેમણે કહ્યું કે, વૃક્ષોનું ટ્રીમીંગ કરી દેવાયું જેથી આટલા મોટા વાવાઝોડામાં પણ ઘણા વૃક્ષોને બચાવી શકાયા હતા. હોર્ડિંગ્સને પણ સમય પર હટાવી લેવામાં આવ્યા. 21 હજાર બોટને દરિયામાંથી બહાર રાખી અને 1 લાખથી વધારે માછીમારોને સમય પર જમીન પર લાવીને તેમના જીવ બચાવ્યાનું કામ ભારત અને ગુજરાત સરકારે કર્યું છે. આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, બીએસએફ, સ્ટેટ રિઝર્વ પોલીસ, સ્ટેટ પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફએ ખભેથી ખભો મીલાવીને કામ કર્યું છે. કોમ્યુનીકેશનની વ્યવસ્થા લગભગ લગભગ રિસ્ટોર થઈ ગઈ છે. 1133 ટીમ કામ પર વીજળીના સપ્લાયને લઈને ઉતરી ગઈ છે. વધુ 400 ટીમ પણ તેમાં જોડાશે.
મીઠાના અગરિયાઓ ઘણા કામ પર હતા તેમને સફળતાથી બચાવવાના કામ કર્યા છે. રાજ્ય સરકાર અને ગુજરાત સરકારે સાથે કામ કરીને એક પણ મૃત્યુ ના થયું અને બિપોરજોય સામે લડી શક્યા છે. પહેલી વખત આવું થયું છે કે, કોઈ કમ્પ્લેઈન વગર આવી ઘટનાઓ પછી પાછો ફરવાનો છું.
ADVERTISEMENT