બોટાદ: આજે સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાળંગપુરમાં મોટી સંખ્યા ભક્તો કિંગ્સ ઓફ સાળંગપુરના દર્શન કરવા પહોંચ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સાળંગપુર આવીને દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ બોટાદના સાળંગપુરમાં બનેલા અત્યાનુધિક ભોજનાલયનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે, કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો લટકાવી રાખ્યો હતો, પરંતુ ભાજપની સરકાર આવ્યા બાદ રામ મંદિરના પ્રશ્નનો નિવેડો આવ્યો.
ADVERTISEMENT
અમિત શાહએ જાણવ્યૂ કે દાદાના ધામમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો માનતા પૂર્ણ કરવા આવે છે. ભક્તોને દાદાના દર્શનની સાથેસાથે તેમને પ્રસાદ પણ આપવામાં આવે છે. આજે સંયોગ છે કે આજે હનુમાન જયંતી અને ભાજપનો સ્થાપના દિવસ છે. 1980માં આજના દિવસે જ અટલજી અને અડવાણીજીએ ભારતીય જનતા પ્રાટીની સ્થાપના કરી. ત્યારે અમારી બહુ જ મજાક ઉડાવવામાં આવી હતી. તે સમયે સ્થાપના બાદની ચૂંટણીમાં 2 સીટ આવી હતી, જેથી રાજીવ ગાંધીએ કહ્યું કે, અમે બે અને અમારા બે’નું નિવેદન આપી મજાક ઉડાવી હતી. આજે દાદાની કૃ્પાની સંપૂર્ણ બહુમત સાથે દેશમાં ભાજપની સરકાર છે.
કોઈ કોઈને કાંકરીચારો કરવાની હિંમત નથી
આઝાદી પછી ભાજપે જ્યારે પણ શાસન સંભાળ્યું છે ભારતીય સંસ્કૃતિનો ધ્વજ વિશ્વમાં બુલંદ કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસે રામ મંદિરનું પ્રશ્ન લટકાવ્યો હતો. ત્યારે ભાજપની સરકાર આવતાં જ રામ જન્મભૂમીના પ્રશ્નનો નીવેડો આવ્યો. નરેન્દ્ર મોદીએ રામ મંદિરના શિલાન્યાસ કર્યો લોકો કહેતાં કે કાશ્મીરમાં 370ની કલમ જાય તો લોહીની નદીઓ વહેશે, રમખાણો થશે લોહીની નદીઓ અને રમખાણો છોડો કાંકરીચારો કરવાની કોઈની હિંમત નથી
આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીએ કર્યો આપઘાત, જાણો શું લખ્યું સુસાઇડ નોટમાં
યાત્રાધામના વિકાસને લઈ જાણો શું કહ્યું
એક તરફ હનુમાન જયંતી છે. ત્યારે બીજી તરફ સાળંગપુર ખાતે અમિત શાહે યાત્રાધામના વિકાસને લઈ કહ્યું કે, કાશી વિશ્વનાથ કોરિડોર,સોમનાથ મંદિર,અંબાજી, પાવાગઢ સહિતના યાત્રાધામોના વિકાસના કામો કોઈ મૂંઝવણ વિના વડાપ્રધાને દ્રઢતા સાથે કર્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT