અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થઈ રહેલી સરકારી ભરતીઓ પર શંકાની સોય છે. ક્યારેક ડમી ઉમેદવારો બેસાડવા, તો ક્યારેક પેપર લીક થવું તો ક્યારેક સીધી ભરતીઓ સતત ઘણા મામલાઓ પર આરોપો લાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ આકરા સુરમાં જોવા મળ્યા હતા. અમિત ચાવડાએ આજે ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન થયેલી ભરતીઓ પર ફરી શંકા વ્યક્ત કરી છે અને તેને વ્યાપક કાંડ કહ્યું છે. તેમણે આ ઉપરાંત કહ્યું કે આ 27 વર્ષના શાસનકાળમાં થયેલી પરીક્ષાઓની એસઆઈટીની રચના કરીને હાઈકોર્ટના જજના નેતૃત્વમાં તપાસ થાય.
ADVERTISEMENT
ગુજરાતમાં તલાટીની પરીક્ષા હોય કે લોક રક્ષક દળની વિવાદો સાથે પરીક્ષાઓને હંમેશા નાતો રહ્યો છે. સરકારી ભરતીમાં પોતાનાઓને સેટ કરવા અથવા તો મોટા નાણાં ઊભા કરી લેવાના ચક્કરમાં ઘણા વિદ્યાર્થીઓના ભાવી દાવ પર લાગી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી આવી સ્થિતિઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ નાસીપાસ પણ થયા છે. સતત સરકાર પાસે આ અંગે કોઈ યોગ્ય નિરાકરણ લાવવાની માગો થયા પછી એક કડક કાયદાના રૂપે વિધાનસભામાં નવો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.
સુરતઃ બજરંગ દળે કર્યા કોંગ્રેસની સદબુદ્ધિ માટે હનુમાન ચાલીસાના પાઠ
અમિત ચાવડાનું તીખું વલણ
હાલમાં જ ડમી ઉમેદવારો મુકીને પરીક્ષાઓ પાસ કરવામાં મોટા માથાઓના નામ સામે આવ્યા હતા. જેને લઈને ડમીકાંડમાં આરોપીઓની સંખ્યા ટુંકા જ સમયમાં 100ને પાર થઈ જાય તો નવાઈ નહીં રહે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા ગુજરાતમાં થઈ રહેલી ભરતીઓ જેમાં શંકાઓ છે તેમાં એસઆઈટીની રચના કરીને હાઈકોર્ટના જજની દેખરેખમાં તપાસ થાય તેવી માગ કરવામાં આવી રહી છે. અમિત ચાવડાએ આ ઉપરાંત ભાજપ સરકાર પર ખુબ તીખા આરોપો લગાવ્યા હતા.
ADVERTISEMENT