પંચમહાલ: એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાને લઈ મોટી મોટી વાતો કરી રહી છે. ત્યારે રાજ્યમાં અનેક વખત આરોગ્યની સુવિધાઓને લઈ સાવલો ઉઠયા છે. ત્યારે આજે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની રેફરલ હોસ્પિટલમાં વિવિધ પ્રશ્નોને સ્થાનિકો આક્રમક જોવા મળ્યા છે. સ્થાનિકોએ રેફરલ હોસ્પિટલમાં તાળા બંધી કરી દીધી છે.
ADVERTISEMENT
રાજ્યમાં સરકાર દ્વારા અનેક વખત આરોગ્યની સુવિધાને લઈ મોટી મોટી વાતો કરતાં જોયા છે. પરંતુ વાસ્તવિક ચિત્ર કઈક અલગ જ જોવા મળ્યું છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની રેફરલ હોસ્પિટલને સ્થાનિક અગ્રણીઓ દ્વારા તાળા બાંધી કરવામાં આવી છે.કાલોલ રેફરલ હોસ્પિટલમાં કાયમી ડોક્ટર ન હોવાથી અને સ્ટાફ ની દાદાગીરી વાળા વર્તનથી દર્દીઓ ને વધુ હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.યોગ્ય અને નિયમિત સારવાર ન મળતી હોવાથી અને જરૂરિયાત મુજબના ડોક્ટરન હોવા થી રોષે ભરાયેલા સ્થાનિકો એ હોસ્પિટલ ને તાળાબંધી કરી છે.
આ પણ વાંચો: કચરાના ઢગલામાંથી મળી આવેલી વસ્તુ અમદાવાદના યુવકને વેચવી પડી ભારે, પોલીસે કરી ધરપકડ
પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની પણ સલાહ
આ દરમિયાન છેલ્લા ઘણા સમયથી તાલુકાની સરકારી હોસ્પિટલ આયુષ ડોક્ટરોના ભરોસે ચાલે છે . આ દરમિયાન આયુષ ડોક્ટર પણ હાજર ન હોવાથી લોકોને હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાલોલ રેફરલ હોસ્પિટલ આવતા દર્દીઓને અહીંયા સારવાર કરવાને બદલે સીધાજ અન્ય હોસ્પિટલોમાં રીફર કરવામાં આવે છે. વધુ માં અહીંના સ્ટફ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની પણ સલાહો આપવામાં આવતા હોય તેવું પણ સ્થાનિક અગ્રણીઓ જણાવી રહ્યા છે. ત્યારે તાલુકા હેલ્થ ઓફિસરે ડો નિમેષ દોષી ફરજ પરના ડોકટર રજા પર હોવાનું જણાવ્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
વિથ ઈનપુટ: શાર્દૂલ ગજ્જર, કાલોલ
ADVERTISEMENT