અમરેલી: બિપોરજોય વાવાઝોડુ જખૌ બંદર તરફ સતત આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડુ જખૌ બંદરથી ફક્ત હવે 80 કિમી જ દૂર છે. ત્યારે ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ વરસાદે એન્ટ્રી કરી છે.આ દરમિયાન ધરી તાલુકાના નગધ્રામાં હનુમાનજીના મંદિરમાં પાણી ઘૂસ્યું છે.
ADVERTISEMENT
વાવાઝોડાની આફત વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદ દે ધના ધન વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ, રાજુલા, અમરેલી, સાવરકુંડલા, ધારી, ખાંભા, પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ધારી તાલુકાના દેવળા, વીરપુર, ચલાલા, ભાડેરમાં વરસાદના પાણી ફરી વળ્યા છે. આ દરમિયાન ધારીની નાગધ્રા નદીમાં પૂર આવ્યું.નાગધ્રા નદી કાંઠે આવેલ હનુમાનજીના મંદિરમાં પૂરના પાણીમાં ઘૂસ્યા હતા. અડધું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું.
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે સાવરકુંડલા ના નાળ, રબારિકા, ઠવી, વીરડી, વંડામાં વરસાદ ખાબક્યો છે. એક તરફ વાવાઝોડાનું સંકટ ગુજરાત પર છે. ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે.
જાણો કેટલું છે દૂર
વાવાઝોડુ જખૌ બંદરથી 80 કિમી દૂર છે, દ્વારકાથી 130 કિમી દૂર છે ત્યારે નલિયાથી 110 કિમી દૂર છે. પાકિસ્તાનના કરાંચીથી 240 કિમી દૂર છે. ત્યારે વાવાઝોડાને લઈ તંત્ર પણ સતર્ક છે. આ દરમિયાન ગુજરાતની પરિસ્થિતિ પર પ્રધાનમંત્રી ઓફિસ પરથી પણ નજર રાખવામાં આવી રહી છે. કચ્છના કંડલા પોર્ટ પર બિપરજોયની અસર શરૂ થઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડુ ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે.
(વિથ ઈનપુટ : હિરેન રવૈયા, અમરેલી)
ADVERTISEMENT