ચોમાસા પહેલા AMCનો નવતર પ્રયોગ, સરકારી બિલ્ડિંગમાંથી મચ્છરના બ્રિડિંગ મળ્યા તો અધિકારીઓ પણ દંડાશે

અમદાવાદ: શહેરમા ચોમાસા પહેલા જ મચ્છર જન્ય રોગચાળાને નાથવા માટે તંત્રએ કમર કસી લીધી છે. ત્યારે શહેરમાં AMCની માલિકીની તમામ બિલ્ડીંગના પ્રીમાઈસીસમાં મચ્છર બ્રિડિંગ અંગે…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરમા ચોમાસા પહેલા જ મચ્છર જન્ય રોગચાળાને નાથવા માટે તંત્રએ કમર કસી લીધી છે. ત્યારે શહેરમાં AMCની માલિકીની તમામ બિલ્ડીંગના પ્રીમાઈસીસમાં મચ્છર બ્રિડિંગ અંગે તપાસ કરવામાં આવશે. સાથે જ મ્યુનિ. કમિશનરની સૂચના મુજબ આરોગ્ય વિભાગ દ્વારા QR કોડ તૈયાર કરવામાં આવ્યો છે. જેના માધ્યમથી એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને પાલિકાની માલિકીની મિલકત પર ચોમાસામાં પાણી ભરાય નહીં અને મચ્છરનું બ્રીડિંગ ન થાય તેની કાળજી રાખવાની રહેશે.

AMCની બિલ્ડિંગ પ્રીમાઈસમાં રોકાશે મચ્છરોનું બ્રીડિંગ
ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે ત્યાં મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે. એવામાં આ વર્ષે મ્યુનિ. કમિશનરની સૂચના બાદ AMCના આરોગ્ય વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પાલિકાની માલિકીની બિલ્ડીંગમાં ગંદકી કે વરસાદી પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આ માટે પ્રિમાઈસીસ દીઠ નોડલ ઓફિસર નક્કી કરવામાં આવ્યો છે. જેણે દર અઠવાડિયે QR કોડના માધ્યમથી એક ફોર્મ ભરીને અપડેટ કરવાનું રહેશે. જેમાં પાણી ભરાયું છે કે નહીં, પાણીમાંથી મચ્છરના લારવા મળ્યા કે નહીં સહિતની વિગતો આપવાની રહેશે. આ સાથે પ્રિમાઈસીસમાં પાણી ભરાય તો તેના નિકાલની જવાબદારી પણ તેની રહેશે.

ખાનગી બિલ્ડિંગમાં પણ લાગુ થશે નિર્ણય
આ સાથે જો કોઈ અધિકારી બેદરકારી દાખવશે તો તેને દંડ પણ કરવામાં આવશે. આ નિર્ણયનો અમલ શહેરના તમામ 7 ઝોન, વોર્ડ, ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ સેન્ટર, બીઆરટીએસ તથા ATMS સ્ટેન્ડ સહિતને લાગુ પડશે. આ બાદ આ નિર્ણયનો અમલ ખાનગી બિલ્ડિંગોમાં પણ કરવામાં આવશે.

    follow whatsapp