અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પદો પર હાલ ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે. જો તમે પણ સરકારી નોંકરીના ઈચ્છુક છો કે તમારા કોઈ સંબંધીને તમે જાણો છો કે જેઓ સરકારી નોકરીની શોધમાં છે તો તેમના માટે આ સમાચાર જીવન બદલી નાખનારા બની શકે છે. કારણ કે ન માત્ર સરકારી નોકરી પરંતુ પગાર પણ સાંભળીને આપ ખુશખુશાલ થઈ જશો. હાલામં એડિશનલ સિટી એન્જિનિયર માટે પગાર ધોરણ 1.18 લાખથી 2.14 લાખ સુધી, ડે. સિટી ઈજનેર માટે પગાર 67,700થી 2.08 લાખ સુધી. ઉપરાંત આસિસ્સટન્ટ સિટી ઈજનેર અને આસિસ્ટન્ટ મેનેજર માટે 53,100થી લઈને 1.67 લાખ સુધીનું પગાર ધોરણ છે.
ADVERTISEMENT
આ નોકરી મેળવવાની લાયકાતો
આમ તો આપને આ અંગેની મહત્તમ માહિતી https://ahmedabadcity.gov.in/ પર મળી જશે. પરંતુ આપને અહીં એ જણાવી દઈએ કે આપને આ નોકરી મેળવવા માટે, જે તે લાયકાત પ્રમાણેની ડિગ્રી, ફોટો, સહિ, કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, આધારકાર્ડ અન્ય અભ્યાસની માર્કશીટ પણ જરૂરી બનશે.
જમ્મૂ-કશ્મીરઃ બે પાકિસ્તાની તસ્કર 70 કરોડની હેરોઈન અને 11.82 લાખની મત્તા સાથે ઝડપાયા
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
ઉપરોક્ત વેબસાઈટ પર આપ નોકરી માટે એપ્લિકેશન આપી શકો છો. જેના માટે આપને વેબસાઈટ પર દર્શાવેલા ફોર્મ ભરવાના રહેશે. આપે આ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023 છે તો તે પહેલા ભરી દેવાની છે.
ADVERTISEMENT