અંબાલાલ પટેલની ડરામણી આગાહી: ત્રીજા રાઉન્ડને કારણે ચોતરફ હશે તબાહી જ તબાહી

અમદાવાદ : વરસાદના બીજા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. ડેમ સહિત નદી, નાળા અને તળાવો છલકાઇ ચુક્યા છે. રોડ પર જાણે નદીઓ વહેતી…

Ambalal patel about rain

Ambalal patel about rain

follow google news

અમદાવાદ : વરસાદના બીજા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. ડેમ સહિત નદી, નાળા અને તળાવો છલકાઇ ચુક્યા છે. રોડ પર જાણે નદીઓ વહેતી થઇ ગઇ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને પગલે આગાહી વ્યક્ત કરી છે. 12 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં છુટા છવાયા વરસાદની શક્યતા છે. 15 જુલાઇએ બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થશે. ગુજરાતમાં 17 થી 20 જુલાઇ દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 18 થી 20 જુલાઇએ મ્યાનમારથી ઓરિસ્સા તરફ સિસ્ટમ સક્રિય થશે. બંગાળમાં 18 થી 20 જુલાઇએ ચોમાસામાં ડીપ ડિપ્રેશનનું સર્જન થશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાત સહિત દેશના અલગ અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દેશના ઉત્તર પૂર્વિય ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદથી ગંગા અને યમુના નદીના જળ સ્તરમાં વધારો થઇ શકે છે. ઉત્તર ભારત અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. રાજસ્થાન, યુપી, બિહાર સહિત પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. નર્મદાનું જળ સ્તર વધવાને કારણે નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં તબાહી સર્જાઇ શકે છે.

હવામાન વિભાગના અનુસાર એક દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. આવતીકાલથી મેઘરાજા ફરી એકવાર તોફાની શરૂઆત કરી શકે છે. ગુજરાતમાં અનેક સ્થળો પર મધ્યથી હળવો વરસાદ શરૂ થઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા મહત્તમ છે. આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં કોઇ પણ સ્થળે નહી થાય.

    follow whatsapp