મેઘરાજા થશે 'સુપર એક્ટિવ': આ 4 દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Gujarat Tak

08 Jul 2024 (अपडेटेड: Jul 8 2024 2:56 PM)

Predictions of Ambalal Patel : ફાંટાબાજ કુદરતની કરામત કહો કે અન્ય કોઈ બાબત ગણો, પરંતુ વરસાદ હમણાંથી ગુજરાતને હાથતાળી આપી રહ્યો છે. અષાઢ મહિનો ચાલતો હોવા છતાં પણ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસતા નથી.

Predictions of Ambalal Patel

અંબાલાલ પટેલની આગાહી

follow google news

Predictions of Ambalal Patel : ફાંટાબાજ કુદરતની કરામત કહો કે અન્ય કોઈ બાબત ગણો, પરંતુ વરસાદ હમણાંથી ગુજરાતને હાથતાળી આપી રહ્યો છે. અષાઢ મહિનો ચાલતો હોવા છતાં પણ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસતા નથી. બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાંતોએ લોકોને એવો હાશકારો આપ્યો છે કે હવે મેઘરાજા આક્રમક બનીને રીતસર ભુક્કા કાઢી નાખશે અને રાજ્યમાં સારો વરસાદ પડશે. આ મામલે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. 

આ તારીખે ગુજરાતમાં થશે વરસાદઃ અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે અષાઢી બીજના દિવસે પાટડી-દસાડા બાજુ વીજળી થતાં જોવા મળી હતી.  અષાઢ સુદ બીજની વીજળી અને અષાઢી બીજના વાદળો સારા માનવામાં આવે છે, જેથી હવે ધીરે-ધીરે વરસાદની માત્રા વધશે.  તારીખ 8, 9, 10 અને 11ના રોજ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. 

'ગુજરાતના આ ભાગોમાં થશે વરસાદ'

તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.  ત્યારબાદ 8થી 11 દરમિયાન વરસાદ થઈ ગયા પછી બંગાળના અખાતમાં એક સિસ્ટમ સક્રિય થશે. ત્યાર બાદ  તા. 17 જુલાઈ પછી રાજ્યમાં સારા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી!

અન્ય હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે, 11 જુલાઈથી રાજ્યમાં સારો વરસાદ પડશે. 11 જુલાઈએ અષાઢી પાંચમ હોઈ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. હાલમાં વાતાવરણમાં હવાનું હળવું દબાણ ઉભું થઈ રહ્યું છે, જેના કારણે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ અને સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ભાવનગર, જૂનાગઢ અને અમરેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 

હવામાન વિભાગે શું કરી છે આગાહી?

તો બીજી બાજુ હવામાન વિભાગે આવતીકાલે રાજ્યના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો 9 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદરા-નગર હવેલી, દમણ અને અરવલ્લીના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બુધવારે કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. 
 

    follow whatsapp