નદીઓ બે કાંઠે વહેતી થશે...ડેમો થશે ઓવરફ્લો...મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગઃ જાણી લો અંબાલાલ પટેલની આગાહી

Gujarat Tak

21 Jun 2024 (अपडेटेड: Jun 21 2024 5:00 PM)

Ambalal Patel Forecast: રાજ્યમાં ચોમાસાના મંડાણ તો થઈ ચૂક્યા છે, પરંતુ તે નવસારી સુધી આવીને અટકી જતાં લોકો નિરાશ થયા છે. તેમાં પણ અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી આકાશમાં વાદળા છવાય છે, પરંતુ સાંજે ફૂંકાતા પવનથી તે વિખરાઈ પણ જાય છે.

Ambalal Patel Forecast

અંબાલાલની મોટી આગાહી

follow google news

Ambalal Patel Forecast: રાજ્યમાં ચોમાસાના મંડાણ તો થઈ ચૂક્યા છે, પરંતુ તે નવસારી સુધી આવીને અટકી જતાં લોકો નિરાશ થયા છે. તેમાં પણ અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી આકાશમાં વાદળા છવાય છે, પરંતુ સાંજે ફૂંકાતા પવનથી તે વિખરાઈ પણ જાય છે. એવામાં હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આવતીકાલથી સતત 6 દિવસ સુધી એટલે કે 27 જૂન સુધી અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. 

આ પણ વાંચો

72 કલાકમાં આગળ વધશે ચામાસુંઃ અંબાલાલ પટેલ 

અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અટકી ગયેલું ચોમાસું આગામી 72 કલાકમાં આગળ વધશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 24થી 26 જૂન દરમિયાન મેહુલિયો વરસશે. 28 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

72 કલાકમાં ક્યાં-ક્યાં વરસાદની આગાહી

તેમણે જણાવ્યું કે, આગામી 72 કલાકમાં સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદમાં વરસાદની શક્યતા છે તો આહવા, ડાંગ, વલસાડ, ખંભાત, કરજણ, બોડેલી, શીનોર, તારાપુર, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, પાલનપુર, મહેસાણા, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા છે. 

શું કહ્યું હવામાન વિભાગે?

સ્થાનિક હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં સોમાસું સક્રિય થશે. 22 જૂન સુધીમાં રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. અરબી સમુદ્ધ અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ પડશે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાણા, ખંભાત, તારાપુર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં પણ વરસાદ પડવાની વકી છે. 

    follow whatsapp