- રાજ્યભરમાં ઘટી રહ્યું છે ઠંડીનું મોજું
- નાગરિકોને ઠંડી સામે મળી છે રાહત
- અંબાલાલ પટેલે કરી ઠંડીની આગાહી
Meteorologist Ambalal Patel’s forecast: ગુજરાતમાં હાલમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. નાગરિકો શિયાળો વિદાય લઈને ઉનાળાનું પગરણ ગુજરાતમાં થઈ રહ્યું હોય તેમ માની રહ્યા છે. રાજ્યભરમાં ઠંડીનું મોજું ઘટતું જઈ રહ્યું છે. આમ તો આ શિયાળામાં રાજ્યમાં ખાસ કડકડતી ઠંડી અનુભવાઈ નથી. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લોકોએ હાડ થિજાવતી ઠંડીના ટૂંકા રાઉન્ડ જોયા હતા. જોકે, હવે કચ્છમાં પણ લોકોને ઠંડી સામે ભારે રાહત મળી છે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનો કહેર ઘટ્યો છે. આ વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થશે. તો ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની પણ શક્યતા છે.
ADVERTISEMENT
ફેબ્રુઆરીમાં વધઘટ થયા કરશે ઠંડીઃ અંબાલાલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે. ફેબ્રુઆરીમાં ઠંડીમાં વધઘટ થયા કરશે. જેના કારણે સવારે અને રાતે ઠંડીનો અને બપોર થતા ગરમીનો અનુભવ પણ થશે.
ફેબ્રુઆરીમાં ઠંડીના આવશે 2 રાઉન્ડ!
ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરતા તેઓએ કહ્યું કે, ફેબ્રુઆરી મહિનામાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેના કારણે દેશના ઉત્તરભાગોમાં હિમ વર્ષા પણ થઈ શકે છે. ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ કહે છે કે, ફેબ્રુઆરીમાં ઠંડીના બે રાઉન્ડ આવી શકે છે. જેમાં પહેલો રાઉન્ડ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં અને બીજો રાઉન્ડના 11 ફેબ્રુઆરીની આસપાસ આવી શકે છે.
ફેબ્રુઆરીના અંતે ઘટશે ઠંડી
સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પણ પડી શકે છે. ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બર જાન્યુઆરીમાં નથી પડી તેવી ઠંડી પડશે. જોકે, 18, 19, 20 અને 21 ફેબ્રુઆરીમાં વાદળો આવશે અને ધીરે-ધીરે ઠંડી ઘટશે.
ADVERTISEMENT