અંબાલાલ પટેલની ભયાનક આગાહી, ગુજરાતમાં પાછોતરો વરસાદ રાતા પાણીએ રોવડાવશે

ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાની સિઝન આ વર્ષે સવાઆની રહી છે. જેટલો વરસાદ થવો જોઇએ તેના કરતા પણ વધારે થઇ ચુક્યો છે. રાજ્યમાં 100 ટકા વરસાદ…

gujarattak
follow google news

ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાની સિઝન આ વર્ષે સવાઆની રહી છે. જેટલો વરસાદ થવો જોઇએ તેના કરતા પણ વધારે થઇ ચુક્યો છે. રાજ્યમાં 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જો કે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા હજી પણ વધારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે અંબાલાલ પટેલે તો હજી તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જો તેમની આગાહી હંમેશા સાચી ઠરતી હોય છે. આ આગાહી પણ સાચી પડી તો ગુજરાતે હજી પણ ચક્રવાતી તોફાનનો સામનો કરવો પડી શકે છે.

બંગાળની ખાડીમાં સર્જાશે ચક્રવાત
અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાયેલી આગાહી અનુસાર બંગાળની ખાડીમાંથી આ ચક્રવાત આવી શકે છે. આ ચક્રવાતના કારણે ગુજરાતનો દરિયાકિનારો તોફાની બનશે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ પણ પડશે. ગુજરાતમાં તેથી વરસાદી આફતનો કોઇ જ અંત હજી સુધી આવ્યો નથી તેમ કહી શકાય.

ગુજરાતમાં 100 ટકાથી વધારે વરસાદ થઇ ચુક્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં લગભગ તમામ ડેમ ભરાઇ ચુક્યાં છે. નદી નાળાઓ છલોછલ છે. હવે ગુજરાતમાં 100 ટકા કરતા પણ વધારે વરસાદ થયો હોવાના કારણે આ વર્ષે વરસાદની કોઇ જ જરૂર નથી. જેના કારણે ગુજરાત સરકાર પર વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. તેવામાં ચોમાસુ જતા જતા પણ ગુજરાતમાં નાની મોટી ખાના ખરાબી સર્જે તેવી શક્યતા છે.

    follow whatsapp