ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં છેલ્લા ઘણા દિવસોથી માવઠાના મારને કારણે જગતનો તાત દુખી થઈને બેઠો છે, ખેતરમાં રહેલા પાકને થયેલા નુકસાનને પગલે સરકાર કોઈ મદદ કરે તેવી આશા લગાવીને બેઠો છે ત્યારે ખેડૂતની ચિંતામાં વધારો કરે તેવી વધુ એક માહિતી સામે આવી છે. હાલમાં જ આપણે ઠેરઠેર વરસાદ અને કરાનો માર કેવો પડ્યો તે જોયું જોકે હજુ પણ આ દૃશ્યો જોવાના બાકી છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતાં જણાવાયું છે. ગુજરાતમાં હજુ પણ એપ્રિલ, મે અને જુન સુધી માવઠાઓ પડે તેનો તેમણે વરતારો આપ્યો છે.
ADVERTISEMENT
પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક કરવાની મુદતમાં કરાયો વધારો, જાણો નવી સમયમર્યાદા
8થી 14 એપ્રિલમાં વંટોળ, કરા અને વરસાદનો માર
અંબાલાલ પટેલે કહ્યું કે 17મી જુન પછી આંધી અને વંટોળ સાથે માવઠું પડી શકે છે. આ ઉપરાંત કાળઝાળ ગરમી પડવાની પણ તેમણે આગાહી કરી છે. હાલ માર્ચ મહિનામાં પણ 31 માર્ચ સુધી માવઠું પડી શકે છે. હાલમાં પશ્ચિમી વિક્ષેપને પગલે ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે. તેમણે કહ્યું કે હજુ આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં વીજળીના કડાકા, વરસાદ અને કરા પણ પડવાની શક્યતાઓ છે. આ માવઠાને પગલે ભેજને કારણે 3થી 8 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરી વાતાવરણ પલટાશે અને વાદળા રહે તેવી સંભાવનાઓ છે. જ્યારે 8થી 14 એપ્રિલ સુધી વંટોળ આવે અને કમોસમી વરસાદ કે કરા પણ પડે તેવી સંભાવનાઓ છે.
રવિન્દ્ર જાડેજાના પત્ની ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ ક્રિકેટ પર અજમાવ્યો હાથ
17 જુન પછી સાપ કરડવાના બનાવો વધશેઃ અંબાલાલ
તેમણે આ ઉપરાંત એપ્રિલ મહિનાની 22મી તારીખે એટલે કે અખાત્રિજના દિવસે પણ માવઠું પડવાની શક્યતાઓ વર્ણવી છે. તેમણે કહ્યું કે તે પછી સીધું મે મહિનામાં પણ વંટોળ આવી શકે છે અને ગરમી એપ્રિલના બીજા અઠવાડિયા પછી ભારે રહેશે. જોકે ભારે ગરમીના કારણે ચોમાસા પર માઠી અસરની શક્યતાઓ ઘટી જશે. ચોમાસાની શરૂઆતમાં બંગાળની ખાડીમાં પણ વંટોળ આવે તેવી સંભાવનાઓ દેખાય છે. 17મી જુન પછી વંટોળ સાથે વરસાદ વરસે તેવી સંભાવના છે. અને તેના પછી સાપનો ઉપદ્રવ, સાપ કરડવાના કેસ બને તેવી પણ શક્યતાઓ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT