ગુજરાતમાં ફરી વરસાદની દે ધનાધન... રક્ષાબંધન, સાતમ-આઠમમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. આજે બુધવારે રાજ્યભરમાં છૂટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રક્ષાબંધન, સાતમ-આઠમનો તહેવારમાં વરસાદનું જોર કેવું રહેશે તેને લઈને વધુ એક આગાહી કરી છે.

Ambalal Patel

Ambalal Patel

follow google news

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. આજે બુધવારે રાજ્યભરમાં છૂટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રક્ષાબંધન, સાતમ-આઠમનો તહેવારમાં વરસાદનું જોર કેવું રહેશે તેને લઈને વધુ એક આગાહી કરી છે.

ગુજરાતમાં વરસાદનો માહોલ કેવો રહેશે?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ, આગામી 8,9 અને 10 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટાં રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, ધોળકા, બોટાદ,સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગો અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં જ્યાં હજુ સુધી સારો વરસાદ નથી ત્યાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહશે.

સાતમ-આઠમમાં પડશે વરસાદ?

તેમણે કહ્યું કે, આગામી 15મી ઓગસ્ટ પછી વાયુ મંડળમાં એટમોસ્ટ વેવના કારણે બંગળનો ઉપસાગર સક્રિય રહેશે. જેના લીધે ઓગસ્ટના અંતિમ ભાગમાં અને સપ્ટેમ્બરમાં લા ની નોની કન્ડિશન કારણે રાજ્યમાં સારો વરસાદ થવાની શકયતા રહશે. રાજ્યમાં 17 થી 24 દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા રહશે. દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શકયતા રહશે. આગામી 24 કલાકમાં રાજ્યના વરસાદી ઝાપટા વધી શકે છે.

ખેડૂતો માટે સાવધાની

અંબાલાલે વધુમાં ઉમેર્યું, ભારે પવનના કારણે પાકના પડી જવાની શક્યતા રહેશે. 24 ઓગસ્ટથી કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા રહેશે, આથી ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહેશે. 23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી પડવાની શક્યતા રહેશે અને ખેતરમાં પડેલા માલ, ઘાસ વગેરેમાં ઝેરી જીવજતું પડી જવાની શક્યતા રહશે.

શિયાળામાં આવી શકે માવઠું

તેમણે આગળ કહ્યું, આ ઉપરાંત ઓક્ટોબરની શરુઆતમાં વરસાદની શકયતા રહશે. આ વખતે ઓક્ટોબર-નવેમ્બરમાં હવાનું હળવા દબાણ ઉભું થવાની શકયતા રહશે. નવેમ્બર માસથી શિયાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવતા માવઠાનું પ્રમાણ વધી શકે છે.

(દુર્ગેશ મહેતા, ગાંધીનગર)

    follow whatsapp