ગાજવીજ-ભારે પવન સાથે ગુજરાતના માથે 2 વાવાઝોડાનું 'સંકટ', અલર્ટ રહેવા અંબાલાલ પટેલની આગાહી

Predictions of Ambalal Patel: રાજ્યમાં અત્યારે મૌસમે મિજાજ બદલ્યો છે. એક તરફ સૂર્યનારાયણ આકારા તાપે તપી રહ્યા છે. તો બીજી તરફ વિવિધ સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી આફતથી તબાહી વહોરી છે.

 Predictions of Ambalal Patel

ગુજરાતમાં ફરી મોટી આફતના એંધાણ!

follow google news

Predictions of Ambalal Patel: રાજ્યમાં અત્યારે મૌસમે મિજાજ બદલ્યો છે. એક તરફ સૂર્યનારાયણ આકારા તાપે તપી રહ્યા છે. તો બીજી તરફ વિવિધ સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી આફતથી તબાહી વહોરી છે. આવા વિષમ સંજોગો વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાંતો (Weather expert) એ ગુજરાત પર બે વાવાઝાડાનું સંકટ તોળાઈ રહ્યું હોવાની ચિંતાજનક આગાહી કરી છે. 

મે અને જૂનમાં બે વાવાઝોડા થશે એક્ટિવ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)એ જણાવ્યું છે કે, મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાત સર્જાશે. 25 મે સુધી બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે, જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળમાં થવાની સંભાવાના છે. જોકે, ગુજરાત પર પણ તેની અસર જોવા મળી શકે છે. ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે. જે આંધી અને વંટોળ પણ લાવી શકે છે. 

ગુજરાતમાં ફરી પડે છે કમોસમી વરસાદઃ અંબાલાલ

અંબાલાલ પટેલે કહ્યું કે, 25 મેથી 5 જૂન 2024 પછી હવામાનમાં એકાએક પલટો આવશે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.  આ ઉપરાંત અરબ સાગરમાં 10 જૂને એક વાવાઝોડું સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે.

'વાવાઝોડાની ગુજરાતમાં થશે અસર'

સામાન્ય રીતે અરબ સાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે. આ પહેલા પણ આપણે અનેક આવા વાવાઝોડાની અસર ગુજરાતમાં જોઈ છે. ત્યારે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થતાં તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે તેવું હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું છે. 

આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડ્યો વરસાદ 

મહત્વનું છે કે, ભરઉનાળે અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. આજે બપોર પછી ધારીના ગોપાલગ્રામ ગામે ધીમીધારે કમોસમી વરસાદ પડ્યો છે. તો સાવરકુંડલાનાના ગ્રામ વિસ્તારોમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત આજે સાબરકાંઠા જિલ્લામાં પણ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા, પોશિના ઈડરના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. 

ગરમીથી કોઈ રાહત મળશે નહીં!

17 મે બાદ રાજ્યમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતના પાંચથી વધુ શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જઈ શકે છે. તેમ જ અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમ પવન ફૂંકાય શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. 


26 મે થી 4 જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે

હવામન નિષ્ણાત અંબાલાલ પટેલ વધુમાં આગાહી કરતાં જણાવ્યું છે કે, 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી (heat wave) પડવાની અને 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં (rohin nakshatra) ગાજવીજ સાથે વરસાદ (lighting with ran) પડવાની આગાહી કરી છે. 26 મે થી 4 જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે, જેની ઝડપ 120 કિલોમીટર રહેવાની શક્યતા છે.
 

    follow whatsapp