Ahmedabad News: ગુજરાતમાં વધુ એક વેસ્ટર્મ ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના બની રહી છે. આ કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 14થી 17 ઓક્ટોબર દરમિયાન વરસાદની હવામાન વિભાગની આગાહી બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું બની રહ્યું છે
અંબાલાલ પટેલ મુજબ, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. જેના પરિણામે આગામી 17થી 19 ઓક્ટોબર વચ્ચે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલ પટેલની આદાગી મુજબ, 22 ઓક્ટોબર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ મુજબ ક્યાં છે વરસાદની આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 14થી 17 ઓક્ટોબર સુધી જુદા જુદા જિલ્લાઓમાં છૂટા છવાયો વરસાદ પડી શકે છે. જેમાં 14મી ઓક્ટોબરે અમદાવાદ અને આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થઈ શકે છે. 15મી ઓકટોબરે પણ અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ પડી શકે. 16મી ઓક્ટોબરે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં તો 17મી ઓક્ટોબરે બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT