અમદાવાદ: બિપોરજોય વાવાઝોડુ ગુજરાતની સતત નજીક આવી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી છે. ત્યારે વાવાઝોડાને લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે. લોકોનું સ્થળાંતરથી લઈ રાહત કામગીરી પર મુખ્યમંત્રી સહિતના તંત્રની નજર ગુજરાતની સ્થિતિ પર છે. આ દરમિયાન વાવાઝોડાને લઈ અંબાલલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, આજે જખૌ નજીક બિપોરજોય વાવાઝોડું ત્રાટકશે. આજે 10 થી 12 બેફોર્સ માત્રમાં વાવાઝોડું આવશે, જે અતિ ગંભીરતાનું સૂચક છે. વાવાઝોડાનો ઘેરાવો 450-500 km હોઈ શકે છે.
ADVERTISEMENT
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે. આ દરમિયાન વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,વાવાઝોડુ આજે જખૌ નજીક બિપોરજોય વાવાઝોડું ત્રાટકશે. આજે 10 થી 12 બેફોર્સ માત્રમાં વાવાઝોડું આવશે, જે અતિ ગંભીરતાનું સૂચક છે. વાવાઝોડાનો ઘેરાવો 450-500 km હોઈ શકે છે. આજે બપોરથી સાંજ સુધીમાં વાવાઝોડુ લેન્ડફોલ થઇ શકે. ચિંતાનજનક બાબત તો એ છે કે, આ વરસાદ આગામી ચોમાસાને વિલંબકારી બનાવી શકે છે. વાવાઝોડાને કારણે સાંજે 7 વાગે સુધીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં થશે. જેમાં કચ્છ, માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં વધુ અસર થશે. કચ્છમાં વાવાઝોડું વધુ તબાહી મચાવે તેવી શક્યતા છે. આ વાવઝોડાની સુપર સાયક્લોનિક અસર ગજબની રહેશે.
ગુજરાતમાં NDRF ની ટીમ
ગુજરાતમાં આજે વાવાઝોડુ લેન્ડફોલ થઈ શકે છે. આ દરમિયાન ગુજરાતમાં NDRFની ટીમ તૈનાત છે. આ દરમિયાન NDRF ના ડેપ્યુટી કમાન્ડડ અનુપમ કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ 18 ટિમો ડિપ્લોઇડ કરવામાં આવી છે. કચ્છમાં સૌથી વધુ 6 ટિમો ડિપ્લોઇડ કરવામાં આવી છે.બહાર રાજ્યોમાં NDRFની સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જરૂરિયાત પ્રમાણે તેને ગુજરાત એરલિફ્ટ કરવામાં આવશે.
ADVERTISEMENT