અમદાવાદ: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે, વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે. આ દરમિયાન વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી
ADVERTISEMENT
વાવાઝોડાને લઈ બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે વાવાઝોડાની અસર દરિયા પર વધુ જોવા મળી રહી છે. આ દરમિયાન વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું આવી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. માંડવીની આસપાસ વાવાઝોડાના લેન્ડફોલ થવાની શક્યતા છે. વાવાઝોડા દરમિયાન 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાવાઝોડાની વધુ અસર થશે.
વાવાઝોડું ભયાનક હશે
અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી 2 દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલહાનિની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.
15મી જૂને ગુજરાતના કાંઠે ત્રાટકશે વાવાઝોડું
સ્કાયમેટની આગાહી મુજબ, બિપોરજોય વાવાઝોડાનું જોખમ પહેલા ગુજરાતમાં નહોતું, પરંતુ દિશા બદલાતા હવે ગુજરાત પર ખતરો ખૂબ વધી ગયો છે. 15મી જૂને તે ગુજરાતના તટ સાથે ટકરાશે. 15 તારીખે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ બાદ 16-17 તારીખે રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે. વાવાઝોડાનું લેન્ડફોલ ભારતમાં હોવા છતાં પાકિસ્તાનને પણ એટલું જ જોખમ રહેશે. વાવાઝોડું આગળ વધતા હરિયાણા અને દિલ્હીમાં પણ 18 અને 19 તારીખે ભારે વરસાદ પડશે.
ADVERTISEMENT