Weather Report: આંધી-વંટોળ સાથે વરસાદ...રાજ્યમાં ગરમીથી ક્યારે મળશે રાહત? Ambalal Patel ની નવી આગાહી

Gujarat Weather Report: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. જેમાં તેમણે 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ રહેશે તેવું કહ્યું છે.

Weather Report

રાજ્યના લોકોને ગરમીથી ક્યારે મળશે રાહત?

follow google news

Gujarat Weather Report: હવામાન નિષ્ણાત  અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. જેમાં તેમણે 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ રહેશે તેવું કહ્યું છે. ત્યારબાદ  26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં (rohin nakshatra) ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે. સાથે જ તેમણે બે-બે વંટોળની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂક્યા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 મે થી 4 જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે, જેની ઝડપ 120 કિલોમીટર રહેવાની શક્યતા છે.

રાજ્યના લોકોને ગરમીથી ક્યારે મળશે રાહત?

ભારતના સમુદ્ર કિનારે ચક્રવાતની આગાહી વચ્ચે અંબાલાલ પટેલએ જણાવ્યું છે કે, લોકોને 26મે સુધી ગરમીથી રાહત મળશે નહીં. તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી જશે.  26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે. રોહિણી નક્ષત્રમાં પવનની ગતિની તીવ્રતા વધશે. જે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. 

VIDEO: મતગણતરી પહેલ જ કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી? જુઓ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું

8 જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાત


અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જ્યાં 100-120 kmની ઝડપે પવન ફંકાશે. 8 જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા છે. આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે કરી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા.

    follow whatsapp