ભારે પવન...ધોધમાર વરસાદ: અંબાલાલ પટેલની ભુક્કા બોલાવે તેવી આગાહી, જાણો શું કહ્યું

Ambalal Patel forecast: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ ચોમાસું નબળું પડ્યું છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસ સર્જાયેલા સાઈક્લોનિક સર્કુલેશનના કારણે વરસાદ વરસી રહ્યો છે.

અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel forecast

follow google news

Ambalal Patel forecast: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ ચોમાસું નબળું પડ્યું છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસ સર્જાયેલા સાઈક્લોનિક સર્કુલેશનના કારણે વરસાદ વરસી રહ્યો છે. આજે દ્વારકા, પોરબંદર, અમરેલી સહિતના વિસ્તારો વરસાદ પડ્યો છે. જોકે, હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, આવતીકાલ એટલે કે 17 જૂનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. આગામી 24 કલાકમાં ચોમાસાની ગતિને વેગ મળશે. 

17થી 22 જૂન તેજ પવન ફૂંકાશેઃ અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)ના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે. 17થી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે. તો 17થી 22 જૂન દરમિયાન તેજ પવન ફૂંકાશે.

20થી 28 જૂન સુધી પડશે સારો વરસાદઃ અંબાલાલ પટેલ 

તેમણે જણાવ્યું કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 28 જૂન સુધીમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં તો અતિભારે વરસાદ થવાની શકયતા છે. ખેડૂતોને હાશકારો થાય તેવી આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં 20થી 28 જૂન દરમિયાન સારો અને વાવણી લાયક વરસાદ થશે.  

આજે આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં વહેલું આવેલું ચોમાસું નબળું પડ્યું છે. જોકે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસ સર્જાયેલા સાઈક્લોનિક સર્કુલેશનના પગલે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 16 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી છે. તો 17 જૂને વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ડાંગ, ભાવનગર, અમરેલીમાં વરસાદના આગાહી છે.

    follow whatsapp